Not Set/ #મહા/ તીવ્ર ચક્રવાતમાં પરિણમવાની ભીતિ, ગુજરાતને કરી શકે છે ભારે નુકસાન

અરબી સમુદ્રમાં વધુ એક સાયક્લોન સિસ્ટમ સક્રિય થઈ છે. થોડા દિવસો પૂર્વે જ સક્રિય થયેલી સાક્લોનીક સિસ્ટમ બાદ હવે અરબી સમુદ્રમાં “મહા” નામનું વાવાઝોડું સર્જાયું છે. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું પણ ગુજરાતથી દૂર ફંટાઇ જશે. પરંતુ તેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6-7 નવેમ્બર […]

Top Stories Gujarat Others

અરબી સમુદ્રમાં વધુ એક સાયક્લોન સિસ્ટમ સક્રિય થઈ છે. થોડા દિવસો પૂર્વે જ સક્રિય થયેલી સાક્લોનીક સિસ્ટમ બાદ હવે અરબી સમુદ્રમાં “મહા” નામનું વાવાઝોડું સર્જાયું છે. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું પણ ગુજરાતથી દૂર ફંટાઇ જશે. પરંતુ તેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6-7 નવેમ્બર સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડુ હાલમાં કર્ણાટક અને કેરળના સમુદ્ર કિનારા નજીક છે. જે આગામી 48 કલાકમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતી કરશે.

ગુજરાત IMDનાં ડાયરેક્ટર જે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, # મહા સાઇકલોન તીવ્ર બની રહ્યું છે અને ખૂબ જ તીવ્ર ચક્રવાત બનેે તેવી પૂર્ણ સંભાવના હાલ જોવામાં આવી રહી છે. 6 તારીખ પછીથી તે ફરી પૂર્વ દિશા તરફ વળશે. 6 નવેમ્બરની સવારે તે ગુજરાત તરફ આગળ વધી શકે છે. 6-7 નવેમ્બરના રોજ ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ  60-70 કિ.મી.ની ઝડપે રહેવાની અમે અપેક્ષા રાખીએ છીએ જે વધુ પણ વધી શકે છે.

આપને જણાવી દઇએ કે, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને તેની નજીકના લક્ષદ્વીપ વિસ્તાર પર તીવ્ર ચક્રવાતી તોફાન #MAHA, આજે સાંજે 5:30 વાગ્યે કેન્દ્રીત થયું છે. ચક્રવાતી તોફાન #MAHA, હાલ ચેરબીની રીફ (લક્ષદ્વીપ) ના ઉત્તર-પૂર્વમાં લગભગ 80 કિલોમીટર નજીક છે.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.