બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે પોતાનો 54 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફિલ્મમેકર અને શાહરૂખના ખાસ મિત્ર કરણ જોહરે તેના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. કરણ જોહરે શાહરૂખ ખાન સાથેની ફિલ્મ “કુછ કુછ હોતા હૈ”થી બોલિવૂડની કારકીર્દિની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ જોહરે કર્યું હતું અને તેનો શ્રેષ્ઠ મિત્ર શાહરૂખ મુખ્ય લીડમાં હતા. બંને ઘણાં વર્ષોથી ખૂબ સારા મિત્રો છે અને એકબીજાના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. શાહરૂખ ખાનના જન્મદિવસ પર કરણ જોહરે જૂની યાદો તાજા કરતી એક પોસ્ટ શેર કરી છે.
કરણ જોહરે શાહરૂખ ખાન સાથે અનેક ફિલ્મોના સેટના ફોટા શેર કર્યા છે. જે ફિલ્મોમાં બંનેએ સાથે કામ કર્યું છે. કરણ જોહરે લખ્યું- હેપ્પી બર્થડે ભાઈ. મને ખાતરી નથી કે આ શબ્દો આપણા સંબંધોને વ્યક્ત કરવા યોગ્ય છે કે નહીં. તમે મારા જીવનમાં હંમેશાં મારો પ્રભાવ રહ્યો છે. મારી પાસે એક સારો ઉપદેશક શિક્ષક છે જેને હું મારો પરિવાર કહી શકું છું.તમારી સાથેની મારી મુસાફરી હંમેશાં મારી કારકિર્દી અને જીવનનો શ્રેષ્ઠ ભાગ રહી છે અને ઘણું બધું હજી બાકી છે. તમે જે રીતે છો તે બદલ આભાર. કાયમ અને હવે મારા માતા અને બાળકો સાથે રહેવા બદલ આભાર. મારા પિતાનો શ્રેષ્ઠ મિત્ર અને મારો મોટો ભાઈ બનવા બદલ આભાર. હું તમને ખુબ જ પ્રેમ કરું છે તમે જાણો છો એના કરતા પણ વધારે.
https://www.instagram.com/p/B4Vf0J-JR05/?utm_source=ig_embed
કરણ જોહર હંમેશા શાહરૂખ ખાનને તેનો ભાઈ માને છે. કરણે તેની આત્મકથામાં શાહરૂખ ખાન સાથેના તેના સંબંધો વિશે પણ લખ્યું છે.
શાહરૂખ ખાનના 54 માં જન્મદિવસ પર ચાહકો તેમની મોટી જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. શાહરૂખે તેનો જન્મદિવસ મોદી રાત્રે ફેન્સ સાથે ઉજવ્યો છે. તેના ચાહકો વિશ કરવા માટે રાત્રે મન્નતની બહાર જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
