Not Set/ હરિયાણા/ 50 ફૂટ ઉંડા બોરવેલમાં પડી 5 વર્ષની માસૂમ બાળકી, બચાવ કામગીરી ચાલુ

તમિળનાડુનાં તિરુચિરાપલ્લી જિલ્લાનાં એક ગામમાં બોરવેલમાં પડી જતા સુજીત વિલ્સન નામનાં બે વર્ષનાં બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને હજી એક અઠવાડિયું પણ નથી થયુ કે બીજી બાળકીનાં પડવાના સમાચાર હરિયાણાથી સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, રવિવારે શિવાની નામની યુવતી કરનાલનાં હરીસિંહપુરા ગામમાં 50 ફૂટ ઉંડા બોરવેલમાં પડી હતી. જે બાદ સ્થાનિક લોકોએ […]

Top Stories India

તમિળનાડુનાં તિરુચિરાપલ્લી જિલ્લાનાં એક ગામમાં બોરવેલમાં પડી જતા સુજીત વિલ્સન નામનાં બે વર્ષનાં બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને હજી એક અઠવાડિયું પણ નથી થયુ કે બીજી બાળકીનાં પડવાના સમાચાર હરિયાણાથી સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, રવિવારે શિવાની નામની યુવતી કરનાલનાં હરીસિંહપુરા ગામમાં 50 ફૂટ ઉંડા બોરવેલમાં પડી હતી. જે બાદ સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને આ માહિતી આપી હતી.

સમાચાર મળ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા બાળકીને બચાવવાનું અભિયાન શરૂ કરાયું છે. જેસીબીની મદદથી ખોદકામનું કામ ચાલી રહ્યું છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે, બાળકી માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી જે માહિતી બહાર આવી છે તે મુજબ બચાવ કામગીરી ટીમ બાળકી સુધી પહોંચી શકી નથી. આપને જણાવી દઈએ કે રવિવારે બપોરે અંદાજે 3 વાગ્યે 5 વર્ષની શિવાની નામની બાળકી 50 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગઇ હતી. આ સમય દરમિયાન કોઈએ તેને જોઇ ન હતો. પરંતુ જ્યારે યુવતી લાંબા સમય સુધી ઘરે પરત ન આવી ત્યારે પરિવારનાં લોકોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેની નજર બોરવેલ પર પડી અને પછી મોબાઈલ રેકોર્ડિંગ દ્વારા તે ખાડામાં પડી ગયો હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ તુરંત જ, સ્થાનિક લોકોએ ત્યાના અધિકારીઓને આ માહિતી આપી. જે બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને તમિળનાડુનાં તિરુચિરાપલ્લી જિલ્લાનાં નાદુકટ્ટુપટ્ટીમાં બોરવેલમાં પડી ગયેલા બે વર્ષનાં માસૂમ સુજિત વિલ્સન અંતે જીવનની લડત હારી ગયો હતો. સતત બચાવ અને લાખો લોકોની પ્રાર્થના છતાં તેને બચાવી શકાયો નહીં. સાંજે 5.30 વાગ્યે સુજીત તેના ઘરની પાસે રમતી વખતે બોરવેલમાં પડી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.