Not Set/ માલપુર/ પ્રેમ પ્રકરણની અદાવતમાં હુમલો, 7 શખ્સો થયા ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા ના ઉભરાણ ગામે પ્રેમ પ્રકરણમાં હુમલાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલા માં 7 વ્યક્તિ ઓ ને ઈજાઓ પહોંચી છે જ્યારે  આ ઘટનામાં સહકારી આગેવાન ગોપાલ પટેલ સહિત 9 જણા સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. માલપુર તાલુકાના ઉભરાણ ગામે યુવતીના પ્રેમ લગ્ન બાદ આ […]

Gujarat Others

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા ના ઉભરાણ ગામે પ્રેમ પ્રકરણમાં હુમલાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલા માં 7 વ્યક્તિ ઓ ને ઈજાઓ પહોંચી છે જ્યારે  આ ઘટનામાં સહકારી આગેવાન ગોપાલ પટેલ સહિત 9 જણા સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

માલપુર તાલુકાના ઉભરાણ ગામે યુવતીના પ્રેમ લગ્ન બાદ આ યુવતી નો કબ્જો હાઈકોર્ટના આદેશ થી પરિવારને સોંપતા આ યુવતી તેના પિયરમાં રહેતી હતી. છતાં આ પરિવારના 9 શખ્સો એ આ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવક અને તેના બનેવી સહિત 7 શખ્સો ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતાં જ આ ઘટના એ પંથકમાં ચકચાર મચાવી હતી. જ્યારે ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે વાત્રક ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 ઉભરાણ ગામના વતની અલ્પેશભાઈ ડાહ્યા ભાઈ પટેલે માલપુર પોલીસ સ્ટેશનમાં સહકારી આગેવાન ગોપાલ પટેલ સહિત 9 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીનાં સાળા આદર્શ કુમારે ગામની જ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ સમગ્ર મામલો વિવાદિત બનતા હાઇકોર્ટ ના આદેશ થી યુવતી ને તેના પિયરમાં પરિવાજનો સાથે પરત સોંપવામાં આવી હતી.પરંતુ આ પ્રેમ લગ્નની અદાવત રાખી યુવતીના પિતા સહિત તેના સગા સંબંધીઓ એ પ્રેમ લગ્ન કરનાર યુવક તેમજ તેના પરિવારજનો અને તેના બનેવી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકના પરિવારજનો અને સગાઓ ને હાથે , પગે અને માથા માં ઈજાઓ પહોંચી હતી. યુવકના બનેવી એ સમગ્ર મામલમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં રાજકીય અને સહકારી આગેવાનો ના નામ હોવાથી પોલીસ નિષ્ક્રિય રહી આરોપીઓ વિરુદ્ધ કોઈ પગલાં ન ભર્યા હોય , ધરપકડ ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

 સમગ્ર મામલે પોલીસે કલમ 143,146,148,149,324,323,504,506(2),જીપી એક્ટ કલમ 135મુજબ ફરિયાદી અલ્પેશ ભાઈ પટેલ ના ફરિયાદ ના આધારે ફરિયાદ નોધી છે તેમજ સામે પક્ષે ફરિયાદ લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.