Not Set/ બોલીવૂડ/ ચાહકે સ્પર્શ કરતા ભડકી રાનુ મંડલ, યુઝર્સ બોલ્યા- ‘આટલી જલ્દી એટીટ્યુડ આવી ગયો’

ઇન્ટરનેટ સેંસશન રાનુ મંડલ રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ છે. લતા મંગેશકરનું ગીત ગાતાં વાઇરલ થયેલા વીડિયોમાં તેને ફિલ્મો માટે ગાવાની ઓફર પણ મળી છે. હિમેશ રેશમિયાએ પણ તેને તેની ફિલ્મમાં ગીતની ઓફર કરીને બોલિવૂડમાં ડેબ્યુ પણ કરવી દીધું છે. રાનુ મંડલનો એક લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના ફેન્સ પર ગુસ્સે જોવા […]

Entertainment

ઇન્ટરનેટ સેંસશન રાનુ મંડલ રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ છે. લતા મંગેશકરનું ગીત ગાતાં વાઇરલ થયેલા વીડિયોમાં તેને ફિલ્મો માટે ગાવાની ઓફર પણ મળી છે. હિમેશ રેશમિયાએ પણ તેને તેની ફિલ્મમાં ગીતની ઓફર કરીને બોલિવૂડમાં ડેબ્યુ પણ કરવી દીધું છે. રાનુ મંડલનો એક લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના ફેન્સ પર ગુસ્સે જોવા મળી રહી છે.

વાયરલ થયેલા વીડિયોમાં રાનુ મંડલ  ક્યાંક ખરીદી કરતા જોવા મળી રહી છે. જ્યાં તેનો એક ચાહક આવે છે અને તેના હાથને સ્પર્શ કરે છે અને સેલ્ફી ક્લિક કરવાનું કહે છે. મહિલાને સ્પર્શ કર્યા પછી રાનુ મંડલ ગુસ્સે થઈ ગઈ અને તેને વઢવા લાગી. વીડિયોમાં રાનુ કહી રહી છે કે તમે મને કેવી રીતે સ્પર્શ કર્યો?

https://www.instagram.com/p/B4b2wgNnthV/?utm_source=ig_embed

રાનુ મંડલના આ વર્તન તેના ચાહકોને પસંદ નથી. કેટલાક યુઝર્સે કહ્યું – આટલા વહેલા એટીટ્યુડ આવી ગયુ છે. તેથી અન્ય યુઝર્સે કહ્યું – સફળતા પર ક્યારેય ઘમંડ ન કરો નહીં તો તે નીચે આવવામાં સમય લેતો નથી.

આપને જણાવી દઈએ કે રાનુ મંડલ પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર ગીતો ગાતી હતી. જયારે તે ગીત ગાય ર્હીઓ હતી ત્યારે એક વ્યક્તિએ તેનો  વિડિઓ રેકોર્ડ કરી અને તેને શેર કર્યો અને રાનુ મંડલનો વિડીયો જોત-જોતામાં વાયરલ થયો અને તે રાતોરાત ફેમસ થઇ ગઈ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.