Not Set/ UP/ હેલ્મેટ પહેરી કેમ નોકરી કરવી પડે છે આ સરકારી કર્મચારીઓએ..જાણો

યુપીના બાંદામાં જર્જરિત થઇ ચૂકેલ વીજ વિભાગની કચેરીના કર્મચારીઓને હેલ્મેટ પહેરીને કામ કરવા મજબૂર બન્યા છે. હેલ્મેટ પહેરેલા કર્મચારીઓની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઓફિસના રૂમની છત પર ઘણા સ્થળોએ પ્લાસ્ટર પડી ગયા છે જ્યાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને તેમાં છિદ્રો દેખાવા લાગ્યા છે. એક કર્મચારીએ કહ્યું, ‘બે વર્ષ પહેલાં […]

India

યુપીના બાંદામાં જર્જરિત થઇ ચૂકેલ વીજ વિભાગની કચેરીના કર્મચારીઓને હેલ્મેટ પહેરીને કામ કરવા મજબૂર બન્યા છે. હેલ્મેટ પહેરેલા કર્મચારીઓની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઓફિસના રૂમની છત પર ઘણા સ્થળોએ પ્લાસ્ટર પડી ગયા છે જ્યાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને તેમાં છિદ્રો દેખાવા લાગ્યા છે.

એક કર્મચારીએ કહ્યું, ‘બે વર્ષ પહેલાં જ્યારે મે ઓફિસમાં જોઈન કર્યું ત્યારે આવી જ સ્થિતિ હતી. અમે ઘણી વાર ઓથોરિટીને પત્ર લખ્યો પણ કોઈ જવાબ મળ્યો નથી. ‘ બીજા કર્મચારીએ કહ્યું, ‘અમે પોતાની જાતને બચાવવા માટે હેલ્મેટ પહેરીએ છીએ. અમે બિલ્ડિંગની હાલત વિશે અમારા સિનિયરને ઘણી વાર જણાવ્યું હતું પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેઓ રિપેરિંગ કામ કરતા પહેલા કદાચ તે કોઈના મૃત્યુની રાહ જોશે. ‘

વરસાદમાં છત્રી લઈને બેસવું પડે છે

વરસાદની સીઝનમાં છત પરથી પાણી ટપકે છે, તેથી કર્મચારીઓને છત્રી લાવવું પડે છે. બાંદામાં વીજ વિભાગની કચેરી જર્જરિત બિલ્ડિંગમાં છે. ફર્નિચર પણ ખરાબ હાલતમાં છે. ઓફિસમાં કબાટ પણ નથી અને કાર્ડબોર્ડ બોક્સમાં કાગળો પણ જોઇ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.