ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને પ્રાધાન્ય આપતા અનેક શહેરોમાં રોડ પર ફરતા નાગરીકોની સુરક્ષાને લઇને અને ટ્રાફિક અવેરનેશ લાવવા માટે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે આ શહેરોમાં વારો હતો ગુજરાતની રાજધાની ગાંધીનગરનો. પોલીસ દ્વારા ગાંધીનગરમાં આજે સમગ્ર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે, ગાંધીનગરમાં યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવમાં રાજભવન પણ બાકાત રાખવામાં આવ્યું નહોતું. રાજભવનમાં આવતા-જતા લોકોમાંથી તમામ હેલ્મેટ વગરના લોકોને અટકાવવામાં આવ્યા હતા અને હેલ્મેટ ન હોવાનાં કારણે રાજભવનમાં પણ આનેક લોકો ચાલતા જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજભવનમાં પ્રવેશતી મોટર કાર પણ ટ્રાફિક ડ્રાઇવમાં આવરી લેવાતા સીટ બેલ્ટ વગરનાને બેલ્ટ લગાવી રાજભવનમાં એન્ટ્રી કરવાની ફરજ પડી હતી.
પોલીસ દ્વારા આ ટ્રાફિક નિયમોનું નિયમન કરવાવું જાહેર જનતાનાં હિતમાં જ હોવા છતા, ગુજરાતનાં અનેક પ્રબુધ્ધ નાગરીકો આ નિયમનને નજર અંદાજ કરી રહ્યા હોય તેવું આજે પણ પ્રતિત થઇ રહ્યું છે. ત્યારે ટ્રાફિક નિયમો આપણી(નાગરીક)ની સુરક્ષા માટે હોય તેનું પૂર્ણ નિષ્ઠાથી પાલન કરવું પણ નાગરીક ઘર્મ છે તે લોકોને સમજવું અનિવાર્ય છે. નિયમો પાળો સુરક્ષા લાવો…….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
