Not Set/ RTO/ હવે થી કાચા લાયસન્સ માટે RTO નહિ જવું પડે…. જાણો કેમ ?

નવા ટ્રાફિક નિયમોને લઈને લોકો પણ હવે સચેત બન્યા છે, જેથી વિવિધ RTO લ્કાચેરી પર લોકોની ભીડ વધી છે. અને લોકોને કલાકો સુધી પોતાના કામ ને લઈને લાઈનોમાં ઉભા રહેવું પડે છે કે પછી ધક્કા ખાવા પડે છે. જેને લઇ ને વાહનચાલકો માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા સારા સમાચાર આપ્યા છે. કાચા લાયસન્સ માટે […]

Ahmedabad Gujarat

નવા ટ્રાફિક નિયમોને લઈને લોકો પણ હવે સચેત બન્યા છે, જેથી વિવિધ RTO લ્કાચેરી પર લોકોની ભીડ વધી છે. અને લોકોને કલાકો સુધી પોતાના કામ ને લઈને લાઈનોમાં ઉભા રહેવું પડે છે કે પછી ધક્કા ખાવા પડે છે. જેને લઇ ને વાહનચાલકો માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા સારા સમાચાર આપ્યા છે.

કાચા લાયસન્સ માટે હવે વાહનચાલકોને RTO કચેરી જવુ પડશે નહીં.  હવેથી જે-તે વિસ્તારના આઈટીઆઈમાંથી કાચુ લાયસન્સ નિકળશે. જેનાથી આરટીઓનું પણ ભારણ ઘટશે.  વાહનચાલકોને કાચા લાયસન્સ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ વખતે નજીકની આઈટીઆઈ પસંદ કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સુભાષબ્રિજ RTOમાં રોજના 500 લાયસન્સ તો વસ્ત્રાલ RTOમાં 450 લાયસન્સ નિકળે છે. જેથી સુભાષબ્રિજ આરટીઓના બદલે પાંચ આઈટીઆઈની યાદી જાહેર કરાઈ છે. જ્યારે વસ્ત્રાલ આરટીઓના બદલે એક આઈટીઆઈની યાદી જાહેર કરવામાં આવી છે.

નવા ટ્રાફિક નિયમોને કારણે આરટીઓમાં કામગીરીનું ભારણ વધ્યું છે તેથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ અંગેની તાલીમ 11 ઓક્ટોબરે ગોઠવી છે જેના કારણે અત્યારે થોડા દિવસ આરટીઓમાંથી લર્નિંગ લાઇસન્સ મેળવી શકશો. પછી આ કામગીરી આઈટીઆઈમાં થશે. આ માટે આઈટીઆઈને પ્રતિ લર્નિંગ લાઇસન્સ 100 રૂપિયાનું વળતર આપવામાં આવશે. જેમાંથી આઈટીઆઈને ઇન્સ્ટ્રક્ટરનો પગાર ચુકવવાનો રહેશે.

નવા નિયમ અનુસાર આરટીઓ દ્વારા હવે પછી વાહનચાલકને જો લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું હશે તો સાથે સાથે ફરજિયાત પાકા લાઇસન્સની ફી પણ ભરી દેવી પડશે. તેના માટે વાહનચાલકે એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા પૂરી કરવી પડશે. હાલમાં લર્નિંગ લાઇસન્સ માટે માત્ર રૂ.150  વાહન ચાલકે ભરવાના રહેતા હતા. તેની સાથે હવે ફરજિયાત રૂ.1050 પણ ભરી દેવા પડશે. આ નિયમના કારણે હવે પછી લાઈસન્સ કઢાવવા માટે કોઈપણ વાહન માલિક કે વાહનચાલકને રૂ.1050 એક મહિના પહેલા આપવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.