Not Set/ એવું તે શું કારણ કે શિવસેનાને પોતાના મુખપત્ર સામનામાં રાહુલ ગાંધીનાં કરવા પડ્યા વખાણ

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો તીવ્ર બન્યો છે. એક તરફ ભાજપ પોતાની જીદ પર અડ્યુ છે તો બીજી તરફ શિવસેના પણ પોતાની જીદ પર અડ્યુ છે ત્યારે વચ્ચેનો રસ્તો કયો તે આજે પણ મોટો સવાલ બન્યો છે. એક તરફ ભાજપનાં  ઇનકાર બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને બહુમતી સાબિત કરવા જણાવ્યું છે, તો બીજી તરફ એનસીપી કોંગ્રેસે પણ […]

Top Stories India

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો તીવ્ર બન્યો છે. એક તરફ ભાજપ પોતાની જીદ પર અડ્યુ છે તો બીજી તરફ શિવસેના પણ પોતાની જીદ પર અડ્યુ છે ત્યારે વચ્ચેનો રસ્તો કયો તે આજે પણ મોટો સવાલ બન્યો છે. એક તરફ ભાજપનાં  ઇનકાર બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને બહુમતી સાબિત કરવા જણાવ્યું છે, તો બીજી તરફ એનસીપી કોંગ્રેસે પણ શિવસેના સમક્ષ ભાજપ સાથે જોડાણ તોડવા અને એનડીએમાંથી બહાર આવવાની શરત મૂકી છે. આવી સ્થિતિમાં, દરેકની નજર આ સમયે શિવસેના પર છે. દરમિયાન શિવસેનાએ કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનાં મુખપત્ર સામનામાં વખાણ કર્યા છે.

સામનામાં લખ્યું છે, કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનું ખૂબ જ શાલીનતાથી સ્વાગત કર્યું છે. અયોધ્યાનો નિર્ણય દેશની સુપ્રીમ કોર્ટે આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે તે નિર્ણયનો આદર કરીશું. આ સંવાદિતા છે. મહારાષ્ટ્રમાં આ સમયે જે પ્રકારનું રાજકીય આંદોલન જોવા મળી રહ્યું છે, તેમાં કોઈનાં પણ નાનામાં નાના નિવેદનોનાં અર્થ કાઠવામાં આવી રહ્યા છે. શિવસેનાનાં મુખપત્ર સામનામાં રાહુલ ગાંધીનાં વખાણને કારણે ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું આનો અર્થ એ થયો કે શિવસેના કોંગ્રેસ-એનસીપીની શરત માનીને એનડીએમાંથી બહાર આવશે અને સરકાર બનાવશે અથવા પાર્ટી કંઈક બીજું વિચારી રહી છે.

આપને જણાવી દઈએ કે, રાજ્યપાલે સોમવારે સાંજે 7 વાગ્યા સુધીમાં શિવસેનાને બહુમતી સાબિત કરવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં શિવસેનાનાં નેતા આજે એનસીપી ચીફ શરદ પવારને મળશે. બીજી તરફ, સવારે 9.30 વાગ્યે શિવસેનાનાં ધારાસભ્યોની બેઠક મળશે, જેમાં પક્ષનાં આગળનાં પગલાં પર ચર્ચા કરવામાં આવશે. ધારાસભ્ય પક્ષોની બેઠકમાં શિવસેનાનાં ધારાસભ્યોએ 50-50 ફોર્મ્યુલાને વળગી રહેતાં ઉદ્ધવ ઠાકરે પર અંતિમ નિર્ણય છોડી દીધો હતો.

જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમતી મળી છે અને કોઈ પણ પક્ષ એકલા સરકાર બનાવી શકે તેમ નથી. આવી સ્થિતિમાં શિવસેનાને સરકાર બનાવવા માટે કોંગ્રેસ-એનસીપીનાં સમર્થનની જરૂર પડશે. ચૂંટણીઓમાં ભાજપે 105 બેઠકો અને શિવસેનાએ 56 બેઠકો જીતી લીધી છે. રાજ્યનાં 288 સદસ્યોમાં બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે માત્ર એનસીપી જ નહીં પરંતુ કોંગ્રેસને પણ સાથે રાખવી શિવસેનાની મજબૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.