- દેશમાં પ્રદુષણથી હાહાકાર, ગુજરાત બિનદાસ્ત
- કેમિકલ માફિયાએ કેમિકલનો જથ્થો ઠાલવ્યો
- ગામ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી
- કંટ્રોલ બોર્ડે આ કેમિકલ વેસ્ટના નમૂના એકઠા કર્યા
- કડક કાર્યવાહીની માંગ કરી
પૂરા દેશમાં જ્યારે પ્રદુષણ હાહાકાર મચીવી રહ્યું છે. અને દેશની રાજધાની દિલ્હી સહિત ગુજરાતનાં અમદાવાદ સહિતનાં મહાનગરોમાં શ્વાસ લેવાનો પણ મુશ્કેલ બની રહ્યો છે. વલસાડ જિલ્લામાં કેમિકલ માફિયા બેફામ જોવા મળી રહ્યા છે. આ માફિયાઓની એટલી તો દાદાગીરી છે કે, તંત્રને તો ગાંઠતા પણ નથી અને કેમિકલ વેસ્ટ જાહેરમાં ઠાલવે છે.
વાત જાણે એમ છે કે, વલસાડ જિલ્લાનાં ઉમરગામનાં મામકવાડા વિસ્તારમાંથી આવી એક ઘટના સામે આવી છે. કેમિકલ માફિયા મામકવાડા વિસ્તારમાં કેમિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં ઠાલવ્યો. GIDCના કેમિકલ માફિયાઓ દ્વારા હવા, પાણી અને આરોગ્યને નુકસાન કરવાવાળુ કેમિકલ વેસ્ટ ઠાલવી જતાં ગામ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.
સમગ્ર મામલે ગામ લોકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ કેમિકલ વેસ્ટના નમૂના એકઠા કર્યા છે. ગામ લોકોએ કેમિકલ ઠાલવનાર સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી હતી. વાતએ જોવાની રહી કે, તંત્ર આવા વજનદાર કેમીકલ માફિયા સામે કોઇ કાર્યવાહી કરે છે કે, તેને પ્રકૃતિ સાથે રમત કરવાની છુટનો લાભ મળતો રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
