Not Set/ સુરત/ બુલેટ ટ્રેનને લઇ ખેડૂતો માટે ખુશીના સમાચાર, જંત્રીના ભાવમાં કરાશે વધારો

કેન્દ્ર સરકાર અને ખાસ કરીને PM મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેઇનની અડચણો દુર કરતા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સરકાર દ્વારા અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેઇન ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટ બહુ પહેલા જ એકટીવેટેડ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ બુલેટ ટ્રેઇન માટેની જમીન સંપાદનમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી અને પ્રોજેક્ટ પોતાનાં કટ ઓફ […]

Top Stories Gujarat Surat

કેન્દ્ર સરકાર અને ખાસ કરીને PM મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેઇનની અડચણો દુર કરતા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સરકાર દ્વારા અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેઇન ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટ બહુ પહેલા જ એકટીવેટેડ કરી દેવામાં આવ્યો હતો.

પરંતુ બુલેટ ટ્રેઇન માટેની જમીન સંપાદનમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી અને પ્રોજેક્ટ પોતાનાં કટ ઓફ ટાઇમથી ઘણો પાછળ ચાલી રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ તમમા સમસ્યામાં સૌથી મોટી સમસ્ય હતી કે, ખેડૂતો કે બુલેટ ટ્રેઇન માટે એક્વાયર કરવાની જમીનનાં માલિકો તેનાં ઓછા મળતા વળતરને કારણે પોતાની જમીન સરકારને આપવા માટે રાજી ન હતા અને આંદોલનનાં માર્ગ સુધી પહોંચી ગયેલા હતા.

ત્યારે સુરત અને આસપાસના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે અને બુલેટ ટ્રેનને લઇ ખેડૂતો ખુશી વિખેરે તેવી વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે. સમાચાર મળી રહ્યા છે કે, સુરત અને આસપાસનાં જીલ્લાનાં 8 ગામોમાં જંત્રીનાં ભાવમાં વધારો કરાયો છે. જંત્રીના ભાવમાં 7 ગણો વધારાની દરખાસ્ત કરાઇ છે.

સુરતનાં આ ગામમાં ઓલપાડ, માંગરોળ અને કામરેજ તાલુકાના 8 ગામોનો સમાવેશ થાય છે. 100થી ઓછા ભાવ ધરાવતા 8 ગામોમાં જંત્રીદરનો વધારવામાં આવ્યો છે.  સરકાર દ્વારા રચાયેલી કમિટી દ્વારા ભાવ નકકી કરાયો છે. કમિટી દ્વારા ભાવ નક્કી કરી સરકારને રિપોર્ટ સોંપાયો છે. 13મીએ મહેસૂલ મંત્રીનાં અધ્યક્ષ સ્થાને મિટિંગમાં આ અંગે નિર્ણય લેવાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન