સરકાર ગમેતેવા કાયદા બનાવે અમે તો અમારી રીતે જ વાહન ચલાવીશું. એમ માની પોતાના કાયદાનું પાલન કરતા લોકો પોતાનો જીવ તો જોખમમાં મુકે જ છે, સાથે સાથે બીજાનો જીવ પણ જોખમ માં મુકે છે. આવીજ એક ઘટના કચ્છના મુન્દ્રા ખાતે બની છે. જેમાં એજ ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત થયો છે અને એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મુન્દ્રાના કપાયા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક અને છકડા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે. આ અકસ્માતમાં એક વ્યકિતનુ ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. તો 2 વ્યકિત ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યકિતને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવમાં આવ્યા હતા. લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
