Not Set/ સ્પોર્ટ્સ/ અશ્વિને મેળવી નવી સિદ્ધિ, આ મહાન બોલરની કરી બરાબરી

ભારતીય  સ્પિનર રવિચંદ્રન અશ્વિને બાંગ્લાદેશ સામે ઈન્દોર ટેસ્ટ દરમિયાન એક નવી સિદ્ધિ મેળવી છે. આ મેચમાં અશ્વિને બાંગ્લાદેશનાં કેપ્ટન મોમિનુલ હકને 37 રન પર બોલ્ડ કરતા વિકેટ લીધી હતી. અશ્વિનની ભારતીય મેદાન પર તેની આ 250મી ટેસ્ટ વિકેટ છે. ભારતીય મેદાન પર આટલી વિકેટ લેનાર તે ત્રીજો બોલર બન્યો છે. આ અગાઉ અનિલ કુંબલે અને […]

Top Stories India

ભારતીય  સ્પિનર રવિચંદ્રન અશ્વિને બાંગ્લાદેશ સામે ઈન્દોર ટેસ્ટ દરમિયાન એક નવી સિદ્ધિ મેળવી છે. આ મેચમાં અશ્વિને બાંગ્લાદેશનાં કેપ્ટન મોમિનુલ હકને 37 રન પર બોલ્ડ કરતા વિકેટ લીધી હતી.

અશ્વિનની ભારતીય મેદાન પર તેની આ 250મી ટેસ્ટ વિકેટ છે. ભારતીય મેદાન પર આટલી વિકેટ લેનાર તે ત્રીજો બોલર બન્યો છે. આ અગાઉ અનિલ કુંબલે અને હરભજન સિંહે ભારતીય મેદાન પર 250 થી વધુ વિકેટો લીધી છે.

ભારતમાં સૌથી સફળ ટેસ્ટ બોલર અનિલ કુંબલેએ ભારતમાં 63 મેચમાં 350થી વધારે વિકેટ લીધી છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર હરભજન સિંહે 55 મેચમાં 265 વિકેટ લીધી છે. બાંગ્લાદેશ ટેસ્ટ મેચ પહેલા અશ્વિનનાં નામે ભારતમાં રમાયેલી 41 ટેસ્ટ મેચમાં 249 વિકેટ હતી.

ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલરમાં અનિલ કુંબલે 619 અને કપિલ દેવે 434 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહનાં નામે 417 ટેસ્ટ વિકેટ છે. અશ્વિનની કરિયરની વાત કરીએ તો તેણે 69 ટેસ્ટ મેચમાં 358 વિકેટ લીધી છે. તે ટેસ્ટમાં સૌથી ઝડપી 250 વિકેટ પૂરા કરનારો બોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.