વિધાનસભા ચૂંટણી/ કોંગ્રેસે મણિપુરમાં 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા,જાણો સમગ્ર વિગત

કોંગ્રેસની પ્રથમ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ એન લોકેન સિંહના નામ સામેલ છે

Top Stories India

કોંગ્રેસે શનિવારે મણિપુર વિધાનસભા ચૂંટણી માટે તેના 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ એન લોકેન સિંહના નામ સામેલ છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી અનુસાર, ઇબોબી સિંહને તેમની વર્તમાન બેઠક થોબલથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એ જ રીતે લોકેન સિંહને નામ્બોલથી ટિકિટ આપવામાં આવી છે, જ્યાંથી તેઓ હાલમાં ધારાસભ્ય છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કે. મેઘચંદ્ર સિંહને વાંગખેમ વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય પાર્ટીએ રતન કુમાર સિંહને મયંગ, ઈમ્ફાલથી મેદાનમાં ઉતાર્યા છે. 60 સભ્યોની મણિપુર વિધાનસભા માટે બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. 10 માર્ચે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.