Not Set/ સ્પોર્ટ્સ/ આ બોલરની વિચિત્ર એકશન જોઈ તમે રહી જશો દંગ,સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ બોલિંગ

ક્રિકેટની દુનિયામાં ‘દેડકો’ તરીકે જાણીતા બનેલા  સાઉથ  આફ્રિકાના પૂર્વ બોલર પોલ આદમ્સની વિચિત્ર એકશન તમને યાદ હશે..હવે બીજા એક બોલરની એક્શન ચર્ચાનો વિષય બની ગઈ છે.  કેવિન કોઠ્ઠિગોડા નામનો આ શ્રીલંકન બોલર હાલ અબુધબીમાં રમાઈ રહેલ ટી-10 લીગમાં બાંગ્લા ટાઇગર્સ તરફથી રમી રહ્યો છે. 21 વર્ષના આ શ્રીલંકાના બોલરની એક્શન પારંપરિક રીતથી અલગ છે.કેવિનની બોલિંગ […]

Uncategorized

ક્રિકેટની દુનિયામાં ‘દેડકો’ તરીકે જાણીતા બનેલા  સાઉથ  આફ્રિકાના પૂર્વ બોલર પોલ આદમ્સની વિચિત્ર એકશન તમને યાદ હશે..હવે બીજા એક બોલરની એક્શન ચર્ચાનો વિષય બની ગઈ છે.  કેવિન કોઠ્ઠિગોડા નામનો આ શ્રીલંકન બોલર હાલ અબુધબીમાં રમાઈ રહેલ ટી-10 લીગમાં બાંગ્લા ટાઇગર્સ તરફથી રમી રહ્યો છે.

21 વર્ષના આ શ્રીલંકાના બોલરની એક્શન પારંપરિક રીતથી અલગ છે.કેવિનની બોલિંગ એક્શ ન આજે સોશિયલ મીડિયા પર છવાઈ ગઇ છે.કોથિગોડા હાલ શ્રીલંકા માટે ડૉમેસ્ટિક ક્રિકેટ રમે છે. તે 8 ફર્સ્ટ ક્લાસ, 5 લિસ્ટ A અને 6 ટી20 મેચો રમી ચૂક્યો છે.

અગાઉ કોથિગોડા પોતાની એક્શનને લીધી 2017માં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તે શ્રીલંકાની અન્ડર 19 ટીમ માટે એશિયા કપમાં રમ્યો હતો.

બોલિંગ કરતી વખતે કેવિન કોથિગોડા જ્યારે પોતાની એક્શન લોડ કરે છે તો તે જ દરમિયાન તેનો નૉન બોલિંગ હેન્ડ (ડાબો હાથ) નીચે પડી જાય છે.કેવિન જ્યારે બોલિંગ કરે છે તો તેનું માથું જમીન તરફ ઝૂકી જાય છે અને ડાબો હાથ પીઠની પાછળ જતો રહે છે. બીજી તરફ, બોલ ફેંકનારો હાથ માથાની ઉપરથી ફરીને આવે છે. એવામાં તેનો બોલિંગ એક્શન ઘણી વિચિત્ર થઈ જાય છે.

જો કે કેવિન કોઠ્ઠિગોડાની આ વિચિત્ર બોલિંગ એક્શન બેટ્સમેનોને કોઈ મુશ્કેલી ઊભી ન કરી શકી. તેને બે ઓવરની સ્પેલમાં 22 રન આપ્યા અને કોઈ વિકેટ પણ ન મળી. બાંગ્લા ટાઇગર્સે આ મેચમાં ડેક્કન ગ્લેડિયટર્સને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.

કેવિન કોઠ્ઠિગોડા પહેલો આવો બોલર નથી જેની એક્શન વિચિત્ર છે. કેવિન કોથિગોડાની પહેલા પૉલ એડમ્સ (સાઉથ આફ્રિકા), સોહેલ તનવીર (પાકિસ્તાન), દેવાશીષ મોહંતી (ભારત), શિવિલ કૌશિક (ભારત), લસિથ મલિંગા (શ્રીલંકા) અને જસપ્રીત બુમરાહ (ભારત)ની બોલિંગ એક્શન્સ પણ ખૂબ ચર્ચામાં રહી છે. શિવિલ કૌશિક આઈપીએલથી ચર્ચામાં આવ્યો હતો. પૉલ એડમ્સ જ્યારે સામે આવ્યો હતો ત્યો તેના માટે ‘ફ્રોગ એ બ્લેન્ડર ટર્મ’ ઉપયોગમાં લેવામાં આવતી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.