ગાંધીનું ગુજરાત હવે ઉડતા પંજાબ તરફ ડગ ભરી રહ્યું છે. નશીલા પદાર્થોના વેચાણ બાદ હવે, બિન્દાસ ગાંજાની ખેતી પણ થવા માંડી છે. બે ચાર છોડ કે થોડુ ઘણું વાવેતર હોય તો સમજ્યા પણ પરંતુ આખા 5 વીઘાના ખેતરમાં ખુલ્લે આમ ગાંજા જેવા નશીલા પદાર્થું વાવેતર હવે ગાંધીના ગુજરાતમાં શક્ય છે.
અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના સુવાગઢ ગમ્મના ખેડૂતે પોતાના પુત્રોની મદદ થી પુરા પાંચ વીઘા અને 14 વસમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીs ને માહિતી મળતા અહીં ખેતર પર દરોડા પડ્યા હતા. અને કુલ 89 લાખની કિમતનો લીલો ગાંજો ઝડપી પડ્યો હતો.
આટલી વિશાલ માત્રામાં ગાંજાનો જથ્થો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તમામ ખેતર માંથી ગાંજા નો જથ્થો કપતા પોલીસ ને દિવસ જેટલો સમય લાગ્યો હતો. અને તેનું વજન કરતા 1646 કિલો જેટલું થયું હતું.
અમરેલી જીલ્લા પોલીસ દ્વારા દામનગર પો.સ્ટે. વિસ્તારના સુવાગઢ ગામની સીમમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરેલ ખેતર શોધી કાઢી લીલા ગાંજા તથા ગાંજાના બિયારણ સહિત કુલ રૂ. ૮૯,૫૫,૭૬૫/- ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડ્યો.
આ કામગીરી અમરેલી એસ.ઓ.જી. તથા દામનગર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. pic.twitter.com/vg5uig4dKx
— SP AMRELI (@SP_Amreli) November 16, 2019
જલાલપુર ગામના લક્ષમણભાઈ ગોલેતર ના ખેતરમાંથી આટલી મોટી માત્રામાં વાવેલા ગાંજાનું પોલીસ દ્વારા કટિંગ કરવામાં અવાયું હતું. તેમાંથી ઘણાં છોડ મોટા કપની લાયક પણ થઇ ગયા હતા. તૈયાર માલ બજારમાં વેચાય તે પહેલા અમરેલી પોલીસે આ ઓપરેશન હાથ ધર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
