- ડુંગળીમાં ડખો.. ટણીમાં ટામેટા
- ટણી કરવા જતા ટલ્લે ચડ્યા પડોશી
- પાકિસ્તાનમાં ૩૦૦ રૂપિયે કિલો ટામેટા
- પાકિસ્તાનમાં ટામેટાની થઇ રહી છે લૂંટ
- બાંગ્લાદેશમાં ડુંગળીનો ભાવ ૨૨૦ રૂપિયા
- બાંગ્લાદેશમાં ડુંગળીનો દુષ્કાળ
- ભારતે બંને દેશોમાં બંધ કર્યો છે સપ્લાય
- પાકિસ્તાન-બાંગ્લાદેશમાં મચી કાગારોળ
ભારતના બે પડોશી દેશો પરેશાન છે. એક ને રોવાનું આવે છે. અને બીજો ટણીમાંથી ઉંચો આવતો નથી. આપણે વાત કરી રહયા છીએ બાંગ્લાદેશ અને પાકીસ્તાનની. બાંગ્લાદેશમાં ડુંગળીની અછતને કારણે કાગારોળ મચી છે. તો પાકિસ્તાનની હાલત ટામેટાના કારણે લાલચોળ થઇ ગઇ છે. આમ જોવા જઇએ તો બંને દેશોની હાલત એકસરખી છે. પાકીસ્તાનમાં અત્યારે કાશ્મીર કરતાં ટામેટા મોટો મુદ્દો બની ગયા છે. ટામેટાએ પાકિસ્તાનની પિડા વધારી દીધી છે.
એક સમયે ભારતનું જ અંગ ગણાતા બે દેશો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ. બંનેને આટલા વર્ષો પછી પણ પોતાના પગ પર ઉભા થવામાં ફાફા પડી રહયા છે. આ બંને દેશોની જનતામાં મોંઘવારીના નામે કાગારોળ મચી છે. અને આ મોઘવારીનું કારણ છે અછત. પાકિસ્તાનમાં ટામેટાની અને બાંગ્લાદેશમાં ડુંગળીની. પાકિસ્તાન ભલે પાવર કરતું હોય. પણ તેની હાલત મા મને કોઠી માંથી કાઢ જેવી થઇ ગઇ છે. પાકિસ્તાનને સમજાતું નથી કે હવે બોર્ડર પર સૈનિકો તૈનાત રાખવા કે પાકીસ્તાનના બજારોમાં. કારણ કે પાકિસ્તાનમાં ટામેટાના ભાવ આસમાને જતાં સૈનિકો તૈનાત કરવાની નોબત અવી છે. પાકીસ્તાનના બજારોમાં સમાન્ય લોકો પગ મૂકતા ડરે છે. સામાન્ય જનતા પરેશાન છે. સમજાતું નથી કે કરવુ તો શું ?

પડોશી દેશોને ભારત વિના જરાય ચાલે તેમ નથી એ ખબર છે. છતાય ૩૭૦ હટાવ્યા બાદ ટણીમાં આવેલા પાકીસ્તાને ભારત સાથે વેપારી સંબંધો કાપી નાખ્યા. અને તેનું પરિણામ એ આવ્યું કે ભારતમાંથી આયાત થતી રોજીંદા જીવન વપરાશની વસ્તુઓ મળવાની બંધ થઇ ગઇ. છેવટે પાકિસ્તાનમાં ટામેટામાં માટે પડાપડી શરૂ થઇ. અને હવે તો સમાચાર એવા આવી રહયા છે કે પાકિસ્તાનમાં ટામેટાની થઇ રહી છે લૂંટ. અને તેના માટે બંદૂકધારી જવાનો ગોઠવવા પાડયા છે. કાશ્મીર માટે બરાડા પાડતા પાકિસ્તાનની હાલત એવી છે કે ટામેટાને પહોચી વળવામાં પણ પરસેવો વળી ગયો છે. તો બાંગ્લાદેશમાં પણ ભારતે ડુંગળીની નિકાસ બંધ કરી દેતા બાંગ્લાદેશની જનતા સાથે વડાપ્રધાનને પણ આંસુ આવે તેવી સ્થિતી બની છે. પણ બંને દેશો પોતે કંઇ કરી શકે તેમ નથી.

પાકીસ્તાનમાં ટામેટા અને બાંગ્લાદેશમાં ડુંગળી. આ બંને દેશોમાં અછતને લઇને સામાન્ય જનતાનો રોષ હવે છેલ્લી કક્ષામાં પહોચી ગયો છે. જનતાના રોષને પરખેલા આ બંને દેશો વ્યવસ્થામાં લાગી ગયા છે. બાંગ્લાદેશ ચીન અને મ્યાનમારથી ડુંગળી મંગાવી રહયુ છે. અને પાકીસ્તાન ઇરાનથી ટામેટા. પણ બંનેને આ પોષાય તેમ નથી..આયાત કરવા છતાં બંને દેશોમાં ડુંગળી અને ટામેટાના ભાવ આસમાનથી ઉતરતા જ નથી. કારણ કે ભારતમાંથી આયાત જેટલી સસ્તી પડતી હતી તેની સરખામણીમાં હાલની પરિસ્થિતી મુજબ વ્યવસ્થા કરવી પોષાય તેમ જ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
