Not Set/ ભૂકંપ/ કચ્છનાં ભચાઉમાં અનુભાવાયા ભૂકંપના આંચકા, 4.3ની તીવ્રતા નોંધાઇ

કચ્છની ઘરતી ફરી ધ્રુજતા ફફડાટ મચી જવા પામ્યો છે. ફરી સોમવારે સાંજે 7.04 વાગ્યે ભૂકંપનાં જોરદાર ઝટકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયની કંપારી છુટી ગઇ હોય તેમ ભયથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, કચ્છનાં ભચાઉમાં અનુભાવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઇ છે. કચ્છનાં ભચાઉ ઉપરાંત અંજાર, […]

Top Stories Gujarat Others

કચ્છની ઘરતી ફરી ધ્રુજતા ફફડાટ મચી જવા પામ્યો છે. ફરી સોમવારે સાંજે 7.04 વાગ્યે ભૂકંપનાં જોરદાર ઝટકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયની કંપારી છુટી ગઇ હોય તેમ ભયથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, કચ્છનાં ભચાઉમાં અનુભાવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઇ છે. કચ્છનાં ભચાઉ ઉપરાંત અંજાર, રાપર, ભુજ સહિતનાં સમગ્ર કચ્છ પ્રદેશમાં ભૂકંપની કંપારી નોંધવામાં આવી છે. હાલ તો કોઇ ભારે નુકસાનની વિગતો પ્રાપ્ત થઈ નથી. તંત્ર દ્વારા સમગ્ર મામલે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે 2002નાં વર્ષમાં કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપમાં અનેક લોકો અભાગી બન્યા હતા, તો હજારો લોકો ઘર વિનાના થઇ ગયા હતા અને 2001નાં ગોઝારા ભૂકંપનું એપી સેન્ટર પણ ભચાઉ આસપાસ નોંધવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરીનાં દિવસેે આવેલા આ મહાવિનાશક ભૂકંપ પૂર્વે ઘણો સમય ગુજરાતભરમાં નાના મોટા આંચકા અનુભવાયા હતા. અને આ આંચકાની શરૂઆત ભાવનગર જીલ્લામાંથી થઇ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.