અમદાવાદમાં મરમત માટે બંધ કરાયેલ બ્રિજ અને અંડરપાસ લાંબા સમય બાદ ફરી ચાલુ થતા લોકોની આવનજાવન સરળ બની છે.અમદાવાદનો જાણીતો સુભાષ બ્રિજ અને મીઠાખળી અંડરપાસ ફરી શરૂ કરવામાં આવ્યા છે.
શહેરનો સુભાષ બ્રિજ 30 ઓક્ટોબર બાદનાં 20 દિવસ સુધી રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવ્યો હતો.બ્રિજના જોઈન્ટ્સ છે તેનું રેટ્રોફિટિંગ કરવામાં આવ્યું હતું.મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરીને સુભાષ બ્રિજ ફરી શરૂ કરવાની જાણકારી આપી હતી.
https://twitter.com/vnehra/status/1196624056549806082
અમદાવાદમાં સુભાષ બ્રિજ સિવાય મીઠાખળી અંડર પાસ પણ 9 મહિના બાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે.મીઠાખળી અંડર પાસ પર આવેલી રેલવે લાઈનને મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવાનું કામ ચાલુ હતું,જેના કારણે તેને બંધ કરવામાં આવ્યો હતો.આ અંડર પાસ 4 ઓગસ્ટ સુધીમાં શરૂ કરવાનો હતો પણ કામકાજ 3 મહિના મોડું થઈ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
