ખેડૂતોની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે હવે કોંગ્રેસ ખેડૂતોની વ્હારે આવ્યું છે. ઉતર ગુજરાતના કોંગ્રેસ ધારાસભ્યો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. ગેનીબેન ઠાકોર સહિત કોંગી નેતાઓ સચિવાલય ખાતે હાજર રહ્યા હતા. આ તમામ કોંગી નેતાઓ ખેડૂતોને સહાય આપવાના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી.
ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા પહોંચેલા પાટણનાં કોંગ્રેસી MLA કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું કે, ખેડૂતો માટેના પેકેજમાં ત્રણ જિલ્લા બાકાત રખાયા છે. મહેસાણા, બનાસકાંઠા અને પાટણને બાકાત રખાયા છે. મુખ્યમંત્રીને આ મામલે યોગ્ય કરવું જોઇએ. તો સાથે સાથે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન મામલે વીમા કંપની ખોટા આંકડા સરકાર સમક્ષ રજુ કરે છે. ઉત્તર ગુજ.યુનિવર્સિટી મુદ્દે કુલપતિની નિમણૂંક 3 મહિનામાં થવી જોઈએ તેવી રજુઆત કરવામાં આવી છે. મહિલા અનામતની જોગવાઈ પણ કરવામાં આવી પણ, પરંતુ તે મુજબનું કંઈ થયુ નથી. શિક્ષણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને કુલપતિથી લઈને શિક્ષકોની ભરતીમાં ભ્રષ્ટાચાર જોવામાં આવી રહ્યો છે. ત્યારે આવું જ ચાલું રહ્યું તો ઉત્તર ગુજરાતમાં જન આંદોલન કરવામાં આવશે
આજે કોંગ્રેસનાં ઉત્તર ગુજરાતનાં ધારાસભ્યોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારના પ્રશ્નોની રજુઆત સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહે જણાવ્યું હતું કે, વીમા કંપનીઓ દ્વારા પાક નુકશાનનીનો સર્વે નામ પુરતો થઈ રહ્યો છે. ખેડૂતોને ન્યાય નહીં મળે, તો ગાંધી ચીંધ્ય માર્ગે આંદોલન કરીશું. વીમા કમ્પની ઓ ખેડૂતો ને વળતર ન ચૂકવવું પડે એટલે 33 ટકાથી ઓછું નુકસાન બતાવે છે. સાથે કેનલો તુંટવાનાં મુદ્દે પર પણ જણાવ્યું હતું કે, કેનલોમાં મોટા પાયે ભ્રષ્ટચાર થયો છે. ગુણવતાતવળી કેનાલ બનાવવામાં આવી નથી. જેથી ખેડૂતોને પણ નુકશાન થાય છે. કોંગ્રેસના ધારાસભ્યો ખેડૂતોને મુદ્દે લડત ચલાવશે. ઉત્તર ગુજરાત યુનિ.માં શિક્ષણમાં પણ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. તેવો પણ આક્ષેપ કર્યો હતો. અને હોસ્પિટલો મુદ્દે પણ ગુલાબ સિંહે વાત કરતા જણાવ્યું કે, હોસ્પિટલમાં પૂરતા ડોક્ટર કે સ્ટાફ નથી. જ્યારે પણ કોઇ ઇમર્જન્સી આવે છે તો આસપાસથી આવતા કે બોલાવવામાં આવતા ડોક્ટરોની રાહમાં વિસ્તાનનાં લોકોને ઘણી નુકસાની સહેવી પડે છે જે ભરી શકાય તેવી નથી હોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
