Not Set/ ખેડુતે 60 વિધાનો કપાસનો ઉભો કપાસ સળગાવી દિધો, જાણો શું છે મામલો

ખેડુતે 60 વિધાનો કપાસ સળગાવી દિધો ખેડૂતોને પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન ખેડૂતોના મોઢાનો કાળીયો છીનવાયો સરકારના વાયદાઓને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો જગતનો તાત ચારે બાજુથી હાલ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ચોમાસું હદ કરતા વધુ ચાલતા અતિવૃષ્ટી થઇ, વાવાઝોડાએ બચ્યું કામ તમામ કર્યું, વળી પાકમાં જીવજંતુનો ઉપદ્રવ જેવી બાબતો તો હોય જ હોય, અને તેમાં […]

Top Stories Gujarat Others
  • ખેડુતે 60 વિધાનો કપાસ સળગાવી દિધો
  • ખેડૂતોને પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન
  • ખેડૂતોના મોઢાનો કાળીયો છીનવાયો
  • સરકારના વાયદાઓને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો

જગતનો તાત ચારે બાજુથી હાલ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ચોમાસું હદ કરતા વધુ ચાલતા અતિવૃષ્ટી થઇ, વાવાઝોડાએ બચ્યું કામ તમામ કર્યું, વળી પાકમાં જીવજંતુનો ઉપદ્રવ જેવી બાબતો તો હોય જ હોય, અને તેમાં સરકાર દ્વારા નિયુક્ત વિમા કંપનીઓએ ઘટતું કર્યું, આમા ખેડૂત જાય તો ક્યાં જોય અને કરે તે શું કરે….પોતાનાં ઉભા પાક સળગાવવા જ મજબૂર બને કે શું? અને બસ આવી જ ઘટના બની છે મોરબી જીલ્લામાં. એક ખેડૂતે માજા મુકતી સમસ્યાઓને કારણે પોતાનાં પાકમાં જ કાંડી ચાંપી દીધી છે.

મોરબી જિલ્લાના અમરાપર ગામનાં ખેડુતે 60 વિધાનો કપાસનો પાક સળગાવી દિધો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. જેને લઈને ખેડૂતોનાં મોઢાનો કાળીયો છીનવાયો છે. સરકારની વળતર સહાયની રાહ જોઈને નિરાશ ખેડૂતે, ખેતરોમાં ઊભેલા પાકને સળગાવી દિધો છે. સરકારના ખોટા વાયદાઓને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. મોરબી જીલ્લા અતિવૃષ્ટિને પગલે ખેડુતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. સરકારના વળતર આપવાના વાયદાની રાહ જોઇને મોરબી ખેડુતો થાક્યા છે. અંતે ઉભા કપાસના પાકો સળગાવા મજબૂર બન્યા છે.

ગત વર્ષે દુષ્કાળ અને આ વર્ષે અતિવૃષ્ટિથી જગતનો તાત મુંજવણમા મુકાયો છે. મોંધા બીયારણો તેમજ દવાઓના ખર્ચા માથે પળ્યા છે. રાજ્ય સરકારની વળતર આપવાની વાતો વચ્ચે ખેડુત અટવાયો છે. ત્યારે ન છુટકે ખેડુતોને કપાસના પાકને સળગાવાની ફરજ પળી છે. સર્વે કરવા આવતી ટીમો 33%થી વધુ નુકશાનની હોવા છતા નુકશાનની નથી, તેવુ જણાવતા ખેડુત નીશાસો નાખી પોતાના ખેતરમા રહેલો પાક સળગાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.