Not Set/ ભાવનગર/ બાઇક અને આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. એક દિવસમાં ઘણા અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રોડ અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગર બાદ હવે ભાવનગરથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ભાવનગરના આખલોલ  બ્રિજ […]

Gujarat Others

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. એક દિવસમાં ઘણા અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રોડ અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગર બાદ હવે ભાવનગરથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

ભાવનગરના આખલોલ  બ્રિજ પર બાઇક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યુ છે. મળતી માહિતી અનુસાર આઈસર ચાલકે બાઈકને ટલ્લો મારતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા પહોચી હતી ગંભીર ઈજા પહોચતા યુવાનને હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.હોસ્પિટલમા સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યુ હતું.  મૃત્યુ પામનાર યુવાન આખલોલ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રસ્તા પર ચાલી રહેલા મોટા વાહનો જાણે નાના વાહન ચાલકની પડી જ નથી. મોટા વાહન ચાલકો મનફાવે તેમ વાહન હંકારી રહ્યા છે અને નાના વાહનોને અડફેટે લઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.