અમદાવાદમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન મનપાને 400 વર્ષ જુની હિન્દુ રાણીએ બંધાવેલી મસ્જીદ મળી આવી હતી. અમદાવાદની ‘હેરીટેજ’ ઇમારતોમાં એકનો ઉમેરો થયો છે. હાલ ભલે મસ્જિદમાં મહિલાઓને નમાઝ પઢવાની મંજુરી ના હોય પરંતુ 400 વર્ષ પહેલા મહિલાઓને મસ્જિદના બાંધકામ કરવાની પરવાનગી જરૂર હતી.
અમદાવાદમાં રાયપુર ચકલા પાસે ખોદકામ દરમિયાન 400 વર્ષ જૂની મસ્જિદ મળી આવી છે. આ મસ્જિદ નવા બાંધકામ વચ્ચે દબાઈ ગઈ હતી. પરંતુ મનપા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમા આ દુર્લભ મસ્જિદ મળી આવી હતી. જો કે મસ્જિદની હાલત અતિશય બિસ્માર છે.

યુનેસ્કો દ્વારા અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, ત્યારે અમદાવાદમાંથી 16મી નવેમ્બરના રોજ વધુ એક મુઘલ સલતનત કાળની જીતબાઈ મસ્જિદ મળી આવતા અમદાવાદા હેરિટેજ માં એક વધુ નગીનો જડાયો છે. આ મસ્જિદની શોધખોળમાં જાણવા મળ્યુ છે કે, મસ્જિદ હિન્દુ રાણીએ બંધાવી હતી. જો કે ઘણા વર્ષોથી આ મસ્જીદમાં કોઈ કુરાન, મજલીસ કે બયાન, તકરીર, બજાવવામાં નથી આવી. એટલુ જ નહીં પરંતુ અજાન પણ થઈ નથી.
આ મસ્જિદ હિન્દુ અને મુઘલ સંસ્કૃતિનું અનેરૂ પ્રતિક છે. જો કે ખસ્તા હાલત અને જાળવણીના અભાવે આ મસ્જિદના બે મિનારા ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. મસ્જીદ ફરતે ઈંટોની દિવાલની કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. જેથી મસ્જિદ અકબંધ રહે પરંતુ તેમ છતાં નિભાવ ન થવાને કારણે મસ્જિદને નુકસાન પહોંચ્યુ છે. જો કે, મસ્જિદની ટાંકી અને હોલ હજુ પણ અકબંધ છે. પણ મસ્જિદના ખુલ્લા મેદાનમાં ગેરકાયદે બાંધકામ ચણી દેવામાં આવ્યા છે.
સ્થાનિકો આ મસ્જિદને બાઈ જીતબાઈની દરગાહ કહે છે. સ્થાનિક વડિલોનું કહેવું છે કે, રાણી રૂપમતી, રાણી સીપ્રિ અને બાઈ હરિર સાથે અમદાવાદમાં મસ્જિદ બંધાવનાર બાઈ જીતબાઈ એ પાંચમા રાણી હતા. આ મુદ્દે કોર્પોરેશને અમદાવાદ સુન્ની વકફ બોર્ડને જાણ કરી હતી. ત્યારે વકફ બોર્ડ ઉંઘમાંથી જાગીને મસ્જિદ પાસેનો ખુલ્લો પ્લોટ વકફ બોર્ડની માલિકીનો હોવાનું રટણ કરી રહ્યુ હતુ પરંતુ મસ્જિદની દેખરેખ અને માલિકી અંગે વિરોધાભાસ દેખાઈ રહ્યો હતો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
