નિત્યાનંદ આશ્રમની બનેં સંસાલક સાધિકાઓની પાંચ દિવસની પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ પોલીસ દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ 3 દિવસનાં રિમાન્ડ માગવા સાથે રજૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બનેં સંચાલકા સાધિકાઓનાં વધું રિમાન્ડ પર સાધિકાઓનાં વકીલ નીતિન ગાંધી દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી, એડવોકેટ ગાંઘી દ્વારા દલિલ કરવામાં આવી હતી કે, જે કારણો રિમાન્ડ અરજી માં બતાવ માં આવ્યા છે તેમ બને આરોપીઓની હાજરીની જરૂર નથી.
Atm કાર્ડ મળ્યા છે, તે મામલે જે તે બેન્કમાં જઇ ટ્રાન્જેક્શન થયા છે કે નહીં તે અંગે ની તપાસ કરી શકે છે. આ દલિલોનાં સપોર્ટમાં નીતિન ગાંધીએ અન્ય કેસના જજમેન્ટ કોર્ટમાં રજૂ કરાયા હતા. ગાંઘીએ જણાવ્યું હતું કે, તેમની ધરપકડની કોઇ જરૂર નથી. બનેની ધરપકડ ખોટી કરી છે.
પોલીસ દ્વારા રિમાન્ડની ફેવરમાં દલિલો કરતા જણાવવામાં આવ્યું હતું કે, 5 દિવસ ના રિમાન્ડ અપૂરતા છે, તપાસ હજુ પુરી નથી થઈ શકી. વળી સાધિકાનાં બેંક લોકરમાંથી 6 મોબાઈલ મળ્યા છે, તે વિશે બને આરોપી કહે છે કે આશ્રમ માં જનરલ ઉપયોગ થતો હતો. તે કોને અને ક્યાં ફોન કર્યા હતા કે વાપર્યા તે જાણવાનું બાકી છે. તો રોકડ રકમ વિગેરે તમામ બાબતે વઘુ તપાસ અનિવાર્ય છે. માટે જ પોલીસ દ્વારા કોર્ટ પાસે વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા છે.
બનેં પક્ષની તમામ દલિલો સાંભળ્યા પછી કોર્ટ દ્વારા બનેં આરોપીના 27 તરીખ સુધીનાં રિમાન્ડ મજૂર કરી દોવામા આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
