Not Set/ હોન્ડા સિટી કારનું હેલ્મેટ વિના ચલણ કાપ્યું, મેસેજ જોતા જ માલિકના ઉડ્યા હોશ

નવા ટ્રાફિક નિયમો લાગુ થયા પછી લોકો ખૂબ સજાગ થઈને રસ્તા પર વાહન ચલાવે છે.  પરંતુ ટ્રાફિક પોલીસની બેદરકારી તેમને ઘણી પરેશાન કરી રહી છે. ટ્રાફિક કર્મચારીએ મોટર સાયકલ સવારને હેલ્મેટ વિના પકડ્યો હતો અને હોન્ડા સિટી કારનું ચલણ કાપી નાખ્યું હતું. આ સાથે જ સીધા કાર માલિક અને એનઆઈટીના રહેવાસી એડવોકેટ રાજન ભાટિયા સુધી […]

Top Stories India

નવા ટ્રાફિક નિયમો લાગુ થયા પછી લોકો ખૂબ સજાગ થઈને રસ્તા પર વાહન ચલાવે છે.  પરંતુ ટ્રાફિક પોલીસની બેદરકારી તેમને ઘણી પરેશાન કરી રહી છે. ટ્રાફિક કર્મચારીએ મોટર સાયકલ સવારને હેલ્મેટ વિના પકડ્યો હતો અને હોન્ડા સિટી કારનું ચલણ કાપી નાખ્યું હતું.

આ સાથે જ સીધા કાર માલિક અને એનઆઈટીના રહેવાસી એડવોકેટ રાજન ભાટિયા સુધી ચલણ કપ્યાનો સંદેશ પહોચ્યો હતો. ચલણનો મેસેજ જોઇને તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.  તેમણે આ મામલે ટ્રાફિક વિભાગના વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરી હતી.

તો બીજી બાજુ ટ્રાફિક શાખા દ્વારા તેને માનવ ભૂલ તરીકે સુધારવાની ખાતરી આપી હતી. આ કારનો હેલ્મેટ ચલણ કાપવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. આ જોઈને ટ્રાફિક કર્મચારીઓએ તાત્કાલીક પોતાની ભૂલ સુધારી હતી.

શનિવારે પાલી ગામનો રહેવાસી કિશન મોટર સાયકલ ઉપર એનઆઈટી આવ્યો હતો. તે દશેરા ગ્રાઉન્ડ તરફ ઘરે જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે હેલ્મેટ પહેર્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.