Not Set/ નિત્યાનંદ આશ્રમ / આશ્રમ સંચાલિકા ફક્ત અંગ્રેજીમાં જ બોલે છે, જે ગુજરાત પોલીસ માટે મોટી મુશ્કેલી

એક પોલીસ અધિકારીએ કહ્યું કે નિત્યાનંદના આશ્રમમાંથી ધરપકડ કરાયેલા બંને સંચાલિકાઓ ફક્ત અંગ્રેજીમાં જ બોલે છે, જે પોલીસકર્મીઓ સમજી શકતા નથી. જનાર્દન શર્માની લાપતા યુવતીને શોધવા માંથી રહેલી પોલીસે નિત્યાનંદ આશ્રમ સંચાલીકોની ધરપકડ કરીછે અને રિમાન્ડ પણ મેળવ્યા છે. સાથે આશ્રમ માંથી કેટલાક દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે. આ કેસમાં ગુજરાત રૂરલ પોલીસ એક વિચિત્ર […]

Top Stories

એક પોલીસ અધિકારીએ કહ્યું કે નિત્યાનંદના આશ્રમમાંથી ધરપકડ કરાયેલા બંને સંચાલિકાઓ ફક્ત અંગ્રેજીમાં જ બોલે છે, જે પોલીસકર્મીઓ સમજી શકતા નથી.

જનાર્દન શર્માની લાપતા યુવતીને શોધવા માંથી રહેલી પોલીસે નિત્યાનંદ આશ્રમ સંચાલીકોની ધરપકડ કરીછે અને રિમાન્ડ પણ મેળવ્યા છે. સાથે આશ્રમ માંથી કેટલાક દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે. આ કેસમાં ગુજરાત રૂરલ પોલીસ એક વિચિત્ર મૂંઝવણમાં સપડાઇ છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે નિત્યાનંદના આશ્રમમાંથી ધરપકડ કરાયેલા બંને સંચાલિકાઓ ફક્ત અંગ્રેજીમાં જ બોલે છે, જે પોલીસકર્મીઓ સમજી શકતા નથી. 20 નવેમ્બરના રોજ, અમદાવાદ રૂરલ પોલીસે સંચાલિકા હરિની ચેલપ્ન ઉર્ફે મા નિત્ય પ્રાણપ્રિયા નંદા (30) અને રિદ્ધિ રવિકરણ ઉર્ફે મા નિત્ય પ્રિયતત્ત્વ નંદા (24) ની ધરપકડ કરી હતી.

પોલીસ સંચાલિકાની ભાષા સમજી શકતી નથી

આ કેસની તપાસ કર્યા પછી એક પોલીસ અધિકારીએ કહ્યું કે સંચાલિકા ફક્ત અંગ્રેજીમાં જ બોલે છે અને પૂછપરછ કરનારાઓ આ ભાષા સમજી શકતા નથી. અધિકારીએ કહ્યું, “કદાચ સંચાલિકા જાણી જોઈને અંગ્રેજીમાં બોલી રહી છે.” સંચાલિકાની ભાષા સમજવામાં તકલીફ થઈ રહી હોવાથી વિવેકાનંદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.બી.રાણા પૂછપરછમાં થોડો સમય લેતા જોવા મળ્યા હતા.

બાળકોને માર મારવામાં આવ્યો હતો અને આશ્રમમાં બંધ કરવામાં આવ્યા હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંચાલીકાઓએ કથિત રીતે બાળકોને આશ્રમમાં સખત મહેનત અને દાન મેળવવા પર દબાણ કર્યું હતું. બાળકો, જેમણે સંચાલિકાની ઇચ્છા મુજબનું વર્તન ન કર્યું, તેમને કથિત રીતે માર મારવામાં આવ્યો અને આશ્રમમાં બંધ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.