ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસનાં મહા આઘાડી વિકાસ ગઠબંધન પર સવાલ ઉઠાવ્યા છે. શાહે મહારાષ્ટ્રનાં રાજકારણ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સોનિયા ગાંધી અને શરદ પવારે સત્તા માટે સોદાબાજી કરી છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે 100 બેઠકોનું ગઠબંધન 56 સીટોવાળી પાર્ટીને મુખ્યમંત્રી પદની ઓફર કરી રહ્યું છે. તેને તમે ખરીદ-વેચાણ નહીં કહો તો બીજું શું કહેશો? ગૃહમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી પદ માટે લોભ આપીને ટેકો લેવો, ખરીદ-વેચાણ નથી તો બીજુ શું છે? શાહ કહે છે કે એક વખત શરદ પવાર અને સોનિયા ગાંધી આ કહીને બતાવે કે, મુખ્યમંત્રી તેમના હશે અને પછી શિવસેનાનો ટેકો લઇને બતાવે.
ગૃહમંત્રી અમિત શાહે પોતાની વાતને એકવાર ફરી રાખતા કહ્યુ કે અમે ક્યારેય શિવસેનાને કોઈ ખાતરી આપી નથી. શિવસેનાનાં તમામ ધારાસભ્યો અમારી સાથે ચૂંટણી લડીને જીતે છે. શિવસેનાનાં કોઈ ધારાસભ્ય નથી કે જેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર લગાવ્યું ન હોય. તેમણે કહ્યું હતું કે તેમની વિધાનસભાઓમાં ભાજપની વિધાનસભાઓથી પણ મોટા પોસ્ટર પીએમ મોદીનાં લાગેલા હતા. ધારાસભ્યોનાં કેમ્પ લગાવનારાઓ, ચૂંટણીથી પહેલા ગઠબંધન તોડનારવાળાઓને દોશ ન આપી આજે ભાજપને દોશી ઠેરવવામાં આવી રહ્યા છે. શું દેશ અને મહારાષ્ટ્રનાં લોકો આ બધી બાબતોથી અજાણ છે? અમે દર વખતે એવું કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બનશે. જ્યારે અમે આ વિશે આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની સામે કહ્યું ત્યારે તેઓએ તેનો વિરોધ કેમ કર્યો?
શાહે શિવસેના પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેમની પાર્ટીએ વિપરિત વિચારધારાવાળી પાર્ટીઓ સાથે હાથ મીલાવીને ગઠબંધન માટે તૈયાર થઇ હતી. શિવસેનાએ મહારાષ્ટ્રનાં આદેશનું અપમાન કર્યું હતું. તેમણે કહ્યું કે શિવસેના અને ભાજપ ગઠબંધનની ચૂંટણીમાં ઉતર્યા હતા અને મહારાષ્ટ્રની જનતાએ પણ બંને પક્ષોને ટેકો આપ્યો હતો. પરંતુ જ્યારે સરકારની રચનાની વાત આવી ત્યારે શિવસેનાએ મહાગઠબંધન તોડ્યું અને એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો. આ સમય દરમિયાન, જ્યારે અજિત પવારે ભાજપને સમર્થન આપ્યું હતું, ત્યારે આ અંગે પણ ભારે હોબાળો મચી ગયો હતો. જનતાને બધુ સમજમાં આવી રહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
