Not Set/ અમદાવાદ/ યુવાન વેપારીએ કારખાનામાં જ ફાંસો ખાઈ લીધો

અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ વચ્ચે 21 વર્ષના યુવાન વેપારીએ આત્મહત્યા કરી હતી.શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં ત્રિવેણી સ્કૂલ પાસે મારૂતિધામ સોસાયટીમાં રહેતા વિજયભાઈ ઓમપ્રકાશ ચૌહાણનું ઓઢવ ક્રિષ્ના એસ્ટેટમાં વિજય પ્લાસ્ટિક  નામનું કારખાનું આવેલું છે.જો કે ઘરેથી કારખાને જવાનું કહીને નીકળેલ વિજય મોડી […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ વચ્ચે 21 વર્ષના યુવાન વેપારીએ આત્મહત્યા કરી હતી.શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

શહેરના ઓઢવ વિસ્તારમાં ત્રિવેણી સ્કૂલ પાસે મારૂતિધામ સોસાયટીમાં રહેતા વિજયભાઈ ઓમપ્રકાશ ચૌહાણનું ઓઢવ ક્રિષ્ના એસ્ટેટમાં વિજય પ્લાસ્ટિક  નામનું કારખાનું આવેલું છે.જો કે ઘરેથી કારખાને જવાનું કહીને નીકળેલ વિજય મોડી રાત સુધી ઘરે  પરત ના ફરતા તેમના પરિવારના લોકો તેમને શોધવા કારખાને ગયા હતા.

કારખાનાની અંદરનું દ્રશ્ય જાતા જ લોકો ચોંકી ઉઠયા હતા. વિજયભાઈએ પોતાના કારખાનામાં જ ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો પણ ખૂબજ વ્યથિત બની ગયા છે.

ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિજયભાઈના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.