ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને બજાજ ગ્રુપનાં અધ્યક્ષ રાહુલ બજાજે શનિવારે અમિત શાહની હાજરીમાં સરકારને લઇને મોટી વાત કહી હતી. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમન અને રેલવે પ્રધાન પિયુષ ગોયલ જેવા દિગ્ગજ નેતાઓ શામેલ છે, જ્યા રાહુલ બજાજે કહ્યું હતું કે “વર્તમાન સરકારે ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું કર્યું છે, જેના કારણે લોકો ખુલ્લેઆમ વાત કરી શકતા નથી.” રાહુલ બજાજે કહ્યું કે દેશમાં ભયનું વાતાવરણ છે. તેમણે કહ્યું કે યુપીએ-2 દરમિયાન લોકોમાં આવો કોઈ ભય નહતો. અમે ખુલ્લેઆમ સરકારની ટીકા કરી શકતા હતા. તાજેતરમાં તમે સારું કામ કરી રહ્યા છો, છતાં પણ જો અમે તમારી ટીકા કરીએ, તો અમને ભરોસો નથી કે તમે તેની પ્રશંસા કરશો.
રાહુલ બજાજે વધુમાં કહ્યું કે, અમારા ઉદ્યોગપતિ મિત્રોમાં કોઈ પણ આ વિશે કહેશે નહીં. પરંતુ અમારે એક વાતાવરણ બનાવવું પડશે. હું ખોટો હોઈ શકું છું. મારે કદાચ અનુક વાતો ન કરવી જોઈએ. રાહુલ બજાજની વાતનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તમને કોઈ ડરાવવા માંગતું નથી. ન તો અમે એવું કંઈ કર્યું છે કે કોઈ બોલે તો સરકારને ચિંતા હોય. અમારી સરકાર પારદર્શક રીતે ચાલે છે. અમને કોઈ વિરોધનો ડર નથી. અમિત શાહે કહ્યું કે, આ મુદ્દાને ફક્ત હવા બનાવવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમારી સરકાર વિરુદ્ધ ઘણાં અખબારોએ લખ્યું છે. જો કોઈ પણ સરકાર વિરુદ્ધ સૌથી વધુ લખવામાં આવ્યુ છે, તો તે મોદી સરકારની છે.
રાહુલ બજાજે સંસદમાં પ્રજ્ઞા ઠાકુરનાં નિવેદનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વડા પ્રધાને કહ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુરને માફ કરવું તેમના માટે સરળ રહેશે નહીં, તેમ છતાં ભાજપનાં મહિલા સાંસદને ગૃહની સલાહકાર સમિતિનાં સભ્ય બનાવવામાં આવ્યા. આ અંગે શાહે કહ્યું કે તેમણે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જેવા ભાજપનાં વરિષ્ઠ નેતાઓએ પ્રજ્ઞા ઠાકુરનાં નિવેદનની નિંદા કરી હતી. શાહે કહ્યું, ભાજપ કે સરકાર ન તો આવા નિવેદનોનું સમર્થન કરે છે. અમે આની કડક નિંદા કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
