Not Set/ ફિલ્મ ‘પાગલપંતી’એ લોકોને કર્યા નિરાશ, બોક્સ ઓફીસ પર આવું રહ્યું કલેક્શન

બોલિવૂડના દિગ્ગજ એક્ટર જોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પાગલપંતી’ ગત સપ્તાહે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે લોકોને નિરાશ કર્યા છે. ફિલ્મનું બોક્સ ઓફીસ કલેક્શન અત્યાર સુધી ખૂબ નિરાશાજનક રહ્યું છે, જેને જોઇને લાગે છે કે આ ફિલ્મ લોકોનું મનોરંજન કરવામાં સફળ થઈ શકી નથી.બોક્સ ઓફીસ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, જ્યાં ‘પાગલપંતી’એ પહેલા દિવસે લગભગ 5 […]

Uncategorized

બોલિવૂડના દિગ્ગજ એક્ટર જોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પાગલપંતી’ ગત સપ્તાહે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે લોકોને નિરાશ કર્યા છે. ફિલ્મનું બોક્સ ઓફીસ કલેક્શન અત્યાર સુધી ખૂબ નિરાશાજનક રહ્યું છે, જેને જોઇને લાગે છે કે આ ફિલ્મ લોકોનું મનોરંજન કરવામાં સફળ થઈ શકી નથી.બોક્સ ઓફીસ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, જ્યાં ‘પાગલપંતી’એ પહેલા દિવસે લગભગ 5 કરોડ, બીજા દિવસે 6.25 કરોડ,ત્રીજા દિવસે 8.25  ચોથા દિવસે 2.50 કરોડ, પાંચમા દિવસે 2.35 કરોડ, છઠ્ઠા દિવસે 2.10 કરોડ અને સાતમા દિવસે 1.90 કરોડની કમાણી કરી હતી. આઠમા દિવસે ફક્ત 60 લાખ તેની બેગમાં પડ્યા છે.

BOX OFFICE पर ऐसा रहा 'पागलपंती' का असर, अब तक हुई इतने करोड़ की कमाई

આ હિસાબે ‘પાગલપંતી’ અત્યાર સુધીમાં લગભગ 28.95 કરોડ રૂપિયાની આવક કરવામાં સફળ રહી છે. આ ફિલ્મના બોક્સ ઓફીસના આંકડા જણાવી રહ્યા છે કે કોમેડીનો રાજા ગણાતા અનીસ બઝમી દ્વારા નિર્દેશિત ફિલ્મ પાગલપંતીમાં કેટલાક વિશેષ મનોરંજન જોવા મળતું નથી. યાદ આપવી દઈએ  કે આ પહેલા પણ અનીસ બઝમીના નિર્દેશનમાં બોલીવુડમાં ઘણી સુપરહિટ કોમિક ફિલ્મો મળી છે. આમાં ‘નો એન્ટ્રી’, ‘વેલકમ’, ‘સિંહ ઇઝ કિંગ’ અને ‘રેડી’ જેવી ફિલ્મ્સ શામેલ છે, પરંતુ આ વખતે લોકોને અનીસ બઝમીની આ ફિલ્મ પસંદ નહોતી.

VIDEO: रिलीज होते ही छाया 'पागलपंती' का दूसरा Trailer, हंस-हंस कर लोटपोट हो रहे लोग

આપને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં અરશદ, જોહન અને પુલકિત એક તરફ જબરદસ્ત કોમેડી ડોઝ આપ્યો છે, તો બીજી તરફ અનિલ કપૂર અને સૌરભ શુક્લાએ જોરદાર વિલન બનીને લોકોને હસાવવાનું કામ કર્યું છે. 22 નવેમ્બરના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અનિલ કપૂર, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખારબંડા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.