છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા નિત્યાનંદ આશ્રમ વિવાદમાં આખરે આજે એક નવો વળાંક આવ્યો છે. આજે સાધકો આશ્રમ ખાલી કરી રવાના થઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમ સાધક સાધિકાઓએ છોડી દીધો છે. આ પહેલા DPS સ્કૂલે 3 મહિનામાં આશ્રમ ખાલી કરવા નોટિસ આપી હતી. જેની અસર આજે સવારથી જાવ મળી હતી. આશ્રમમાં અંદર રહેતા સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ ગયા છે.
આશ્રમને ખાલી કરવામા માટે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આશ્રમ ખાલી કરી બાળકો સાથે સાધકો બેંગલુરુ જવા રવાના થશે. પોલીસ રક્ષણ સાથે સાધકો આશ્રમ ખાલી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2018નાં અંતમાં આ આશ્રમ બનાવવામાં આવ્યો હતો, અને બેગલુંરુમાંથી આ તમામ જે બાળકોને અહી લાવવામાં આવેલ હતા, જેઓને હવે બેગલુંરુ લઇ જવામાં આવી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, આશ્રમમાં રહેતા ઘણા બાળકોનાં વાલીઓ પણ આશ્રમમાં પોહચ્યા છે અને તેમના બાળકોને લઈને તેઓ ત્યાથી જઈ રહ્યા છે. સાધક, સાધિકાઓ ક્યાં જઈ રહ્યા છે તે બાબતે પૂછતાં તેઓએ જવાબ આપ્યો ન હતો.
અહી જુઓ સમગ્ર અહેવાલ…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
