Ahmedabad News/ વારસદાર માટેના દસ્તાવેજ કરાવવા લાંચ લેનારા અમદાવાદ કલેક્ટર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર સહિત પાંચ ઝડપાયા

ધરપકડ કરાયેલાઓમાં બે એડવોક્ટનો સમાવેશ, એક આરોપી ફરાર

Gujarat Ahmedabad

Ahmedabad News : વારસદાર માટેના દસ્તાવેજ કરવા માટે એક વ્યક્તિ પાસેથી રૂ,75,000 ની લાંચ લેનારા બે એડવોકેટ સહિત પાંચ જણાની ACB એ ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર થઈ જતા તેની શોધ ચાલી રહી છે.

આ કેસની વિગત મુજબ ફરીયાદીના એક ભાઇનું અવસાન થતા અને મરણજનાર પોતે અપરિણીત હોવાથી તેઓના સીધી લીંટીના વારસદાર તરીકે કોઇ હક્કદાર ન હતા. ફરીયાદીના અન્ય ભાઇ-બહેનોના નામો હક્કદાર તરીકે દાખલ થયેલા હતા. . જેને પગલે ફરીયાદીએ પોતાની તરફેણમાં હક્ક રીલીઝ કરવા માટે દસ્તાવેજ કરાવવા માટે એડવોકેટ રાજેશ ઉર્ફે રાજાભાઈ પ્રજાપતિનોનો સંપર્ક કરી આ કામગીરી સોંપી હતી. જેથી તેઓએ આ કામ કરવાના બદલામાં રૂ. ૧૪,૮૫૦/- ફી નક્કી કરી ગૂગલ પે મારફત મેળવી લીધા હતા.તેમજ નિયમોનુસાર દસ્તાવેજ અંગે ભરવાની ફી પણ લીધી હતી.

આમ, આ પ્રમાણે ફી મેળવી લીધા બાદ ફરીયાદીના દસ્તાવેજની આગળની કાર્યવાહી નહીં થતા આરોપી રાજેશ પ્રજાપતિને પુછતા તેણે પેઢીનામામાં ‘ક્વેરી’ હોવાનું જણાવી, આ ‘ક્વેરી’ ઉકેલવા માટે પ્રજાપતિએ સાબરમતી-૧૩ ના સબ રજીસ્ટ્રારને રૂ. ૭૫,૦૦૦/- આપવા પડશે તેવું કહ્યું હતું અને આ લાંચનાં નાણાંની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચનાં નાણાં આપવા માંગતા ન હોઈ તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરતાં, ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે આરોપી પ્રજાપતિના કહેવાથી આરોપી કુશ આર.મહેતા (પ્રજાજન) અને એડવકેટ ભારતી એમ.પરમારે રજીસ્ટ્રારની કચેરીમાં જ લાંચના નાણાં રૂ.૭૫,૦૦૦/- ફરીયાદી પાસે માંગણી કરી સ્વીકાર્યા હતા. આ નાણાંને આરોપી ભારતી પરમારે ભાગ પાડી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને વહેંચણી કરી હતી. આ અંગે ભારતી પરમાર પાસેથી રૂ.૩૩,૫૦૦/-, આરોપી દલપતસિંહ જી.ઠાકોર પાસેથી રૂ.૪૦,૫૦૦/-, આરોપી ખ્યાતી ડી.જોષી પાસેથી રૂ.૫૦૦/- ની રકમ રીકવર કરવામાં આવી હતી.

જયારે આરોપી કરાર આધારિત ઓપરેટર બલદેવ ઉર્ફે બકુલ પરમારે રૂ.૫૦૦/- લઈ સ્થળ પરથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રહેલ ભીડનો લાભ લઈ નાસી ગયો હતો. જેને પકડી નાણાં રીકવર કરવાની તથા આ લાંચના નાણાં લેવામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે? તે સંબંધે તપાસ ચાલુ છે તથા પાંચ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોગસ સર્ટી પર અમેરિકામાં પ્રવેશતા યુવાનો પકડાયા, 7 યુવાનો અમેરિકામાં પ્રવેશતા પહેલા પકડાયા, પકડાયેલા યુવાનો મહેસાણા, ગાંધીનગરના વતની, સ્ટુડન્ટ વિઝા પર પહેલાં કેનેડા

આ પણ વાંચો: અમેરિકાની ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને કડક ચેતવણી,જો તમે તમારો અભ્યાસ છોડી દો છો, તો તમારા વિઝા રદ કરવામાં આવશે

આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરતા લોકો માટે ખરાબ સમાચાર!સમાપ્ત થઈ શકે છે OPT પ્રોગ્રામ,નહીં મળે નોકરી