@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
જમાલપુર મારવાડી લુહારની ચાલી ખાતે રહેતા 32 વર્ષીય અશોકભાઈ ઠાકોર છેલ્લા છ માસથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેઓ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહના ત્યાં પ્રાઇવેટ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમણે તેમના મિત્રના નામે એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો.
શુક્રવારે તેઓ તેમની નોકરી પતાવીને એન.આઈ.ડી થી ચાલતા આવીને જમાલપુર તરફ જતા હતા. ત્યારે સ્મશાનની સામે આવીને તેઓ તેમના મિત્રને મેસેજ કરતા હતા ત્યારે બાઇક પર બે શખશો આવ્યા હતા. આ શખસોએ અશોકભાઈના હાથમાંથી 30 હજારનો ફોન લૂંટી એન.આઈ.ડી તરફ ભાગી ગયા હતાં. અશોકભાઈએ હવેલી પોલીસને જાણ કરતા સમગ્ર મામલે હવેલી પોલીસે આ અંગે ગુનો નોંધી બ્રિજ પરના સીસીટીવી ફુટેજની મદદથી આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.
પોલીસ તપાસમાં અશોક ઠાકોરે જણાવ્યું કે, એક મોલમાંથી પોતે ફોન ઇન્સ્ટોલમેન્ટ પર 7 માસ અગાઉ મિત્રના નામ પર લીધો હતો. ફોનની લૂંટ ચલાવનાર આરોપીઓના બાઈકનો નંબર રાત્રીના અંધકારમાં જોઈ શકાયો ન હતો. જેથી પોલીસે હવે સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે.
Ahmedabad: જમાલપુરમાં હિંસક મારામારી, ચાર વ્યક્તિને ઇજા, અનેક વાહનોમાં થઇ તોડફોડ
Ahmedabad: 16 વર્ષથી વધુ વયનાં ટ્યુશન ક્લાસીસ શરુ કરવા ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
