આજે સંસદમાં હૈદરાબાદની એક મહિલા ડોક્ટર સાથે ઘટેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનાં પડઘા સંભળાયા હતા. સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને આ ઘટનાની સખત નિંદા કરી હતી અને ગુનેગારોને જાહેરમાં ફાંસીની સજા આપવા હાકલ કરી હતી. મહિલા ડોક્ટરનાં બળાત્કાર અને હત્યાથી નારાજ દેખાતા જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે જનતાને સરકાર તરફથી ચોક્કસ જવાબ મળવો જોઈએ. તેમણે કહ્યું કે, આવા લોકોને જનતાની વચ્ચે લાવવા જોઈએ અને ટોળા દ્વારા તેમની હત્યા થવી જોઈએ.
Rajya Sabha MP Jaya Bachchan: These type of people (the accused in rape ) need to be brought out in public and lynched https://t.co/2QcQh1FugY
— ANI (@ANI) December 2, 2019
ખરાબ રીતે જોયા પછી પણ સો વાર વિચારવું પડશે: મીમી ચક્રવર્તી
દર વખતે ત્યાં મીણબત્તી કૂચ અને રેલીઓ થાય છે, તો આ કેમ ચાલું જ રહે છે?
રાજ્યસભાના સાંસદ સોનલ માનસિંહે કહ્યું કે હું શરમ અનુભવું છું, આશ્ચર્ય અનુભવું છું, હું પણ નિરાશ છું કે આ પ્રકારની ઘટનાઓ આખા દેશમાં બને છે. સરકાર, પોલીસ, નાગરિક સમાજ કેમ ઉદાસીન છે? દર વખતે મીણબત્તી કૂચ અને રેલીઓ થાય છે, તે પણ આ અપરાધો કેમ ચાલું જ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
