Not Set/ બોલિવૂડ/ કાર્તિક આર્યનને ફિલ્મમાં કિસ કરતા જોઇ તેની માતા રડી પડી

પતિ પત્નિ ઔર વો રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે આ ફિલ્મનાં મુખ્ય હીરો કાર્તિક આર્યન બે હીરોઇન ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે સાથે રોમાંસ કરતા જોવા મળશે. આજની પેઢીનાં કાર્તિક આર્યને જાહેર કર્યું કે તે તેની પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’માં ઓનસ્ક્રીન કિસ કરવામાં અસહજ હતો. 2011 ની આ ફિલ્મમાં તેણે લિપલોક સીન આપ્યો હતો. […]

Uncategorized

પતિ પત્નિ ઔર વો રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે આ ફિલ્મનાં મુખ્ય હીરો કાર્તિક આર્યન બે હીરોઇન ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે સાથે રોમાંસ કરતા જોવા મળશે. આજની પેઢીનાં કાર્તિક આર્યને જાહેર કર્યું કે તે તેની પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’માં ઓનસ્ક્રીન કિસ કરવામાં અસહજ હતો. 2011 ની આ ફિલ્મમાં તેણે લિપલોક સીન આપ્યો હતો. ગ્વાલિયરનાં રહેવાસી કાર્તિકે એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે આ દ્રશ્ય માટે ના પાડી દીધી હતી પરંતુ બાદમાં દિગ્દર્શક લવ રંજનનાં આગ્રહ પછી તેણે તે કરવુ પડ્યુ હતું. જો કે અભિનેતાને તેની ભારે કિંમત ચૂકવવી પડી કારણ કે તેની માતા તેના ઓનસ્ક્રીન કિસને લઇને જોઇ ખૂબ રડી પડ્યા હતા.

Image result for kartik aryan kissing scene in pyaar ka punchnama"

તે ઇન્ટરવ્યુ દરમિયાન કાર્તિકે ખુલાસો કર્યો હતો, ‘હું છોકરો છું. હું જાણું છું કે કિસ કેવી રીતે કરવાની છે. પણ પહેલી વાત કે હું આટલો ઓપન નહોતો. પ્યાર કા પંચનામા દરમિયાન, એક લિપલોક સીન હતો જેને મે કરવાની ના પાડી દીધી હતી. મેં કહ્યું કે હું પડદા પર કિસ કરી શકતો નથી. કારણ કે મારી નાની ખૂબ ગુસ્સે થાય છે. મારી માતા ખૂબ ગુસ્સે થતી હોય છે. જ્યારે મને સ્ક્રીન પર ચુંબન કરતા મારી માતાએ જોયો ત્યારે તે ખૂબ રડી પડી. મેં સ્ક્રીન પર જે કર્યું તેનાથી તે નાખુશ હતી.’

https://www.instagram.com/p/B4beIlNJKa4/?utm_source=ig_web_copy_link

કાર્તિકે કહ્યું, ‘મેં અભ્યાસ છોડી દીધો હતો અને એક અભિનેતા બની ગયો હતો, ઉપરથી સ્ક્રીન પર ચહેરો કાળો કરી રહ્યો હતો. તેણી આ ઇચ્છતી નહોતી. ન તો હું ઇચ્છતો હતો. હું પણ પોતાને ઓન-સ્ક્રીન કિસ કરતો જોવા માંગતો નહતો. પણ હવે તે માંગ હતી, લવ સર ચુંબન કરાવવા માંગતા હતા. આપને જણાવી દઈએ કે પતિ અને પત્ની ઔર વો એક જ નામની 1978 ની ફિલ્મની રીમેક છે. ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝે કર્યું છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ અર્જુન કપૂર અભિનીત આશુતોષ ગોવારિકરની પાનીપત સાથે ટકરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.