હૈદરાબાદ સામુહિક દુષ્કર્મ અને હત્યા મામલે તપાસ કરી રહેલી પોલીસ દ્વારા આ મામલાનાં આરોપી દ્વારા પોલીસની રિવોલ્વોર છાનવી ભાગી છુટવાની કોશિશમાં જવાબી કર્યવાહી કરતા, તમામ ચારેય આરોપીને એન્કાઉન્ટરમાં ઠરા મારવામાં આવ્યા છે. આ મામલે અને આ મામલાની સાથે સાથે ઉપરા છાપરી ગુજરાત સહિત દેશભરમાં બનેલા આવા સામુહિક દુષ્કર્મ, દુષ્કર્મ અને દુષ્કર્મ બાદ હત્યાનાં દુર્ભાગ્યપૂર્ણ બનાવોનાં કારણે દેશ આખામાં રોષ ફેલાઇ ગયો છે. ત્યારે હૈદરાબાદની એન્કાઉન્ટરની ઘટનાને અનેત નેેતા સહિત આમ આદમીએ પણ યોગ્ય ગણાવી આવી જ સજા થવી જોઇએ તેવો પોતાનો મત ઉપલબ્ધ માધ્યમો દ્વારા ઠાલવ્યો છે.
હૈદરાબાદની દુર્ભાગ્ય પૂર્ણ ઘટનાનાં આરોપીના એન્કાઉન્ટર વિશે વાત કરતા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હૈદરાબાદ દુષ્કર્મના આરોપીઓના એન્કાઉન્ટરને યોગ્ય ગણાવ્યું હતું. તો સાથે સાથે જ વડોદરાના આરોપીઓને કોઈપણ સંજોગોમાં પકડવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી.
આપને જણાવી દઇએ કે ગુજરાતમાં પણ પાછલા દિવસોમાં ઉપરા છાપરી રેપ અને ગેંગરેપની ઘટનાઓ સામે આવી હતી અને સરકાર દ્વારા તમામ આરોપીને ફાંસીની સજા મળે તેવા પ્રયત્ન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તો સાથે સાથે આ તમામ દુષ્કર્મના કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે તેવી પણ ખાતરી ગુજરાતની જનતાને આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
