Not Set/ Panipat Box Office Collection/ અર્જુન કપૂર અને કૃતિ સેનનની ‘પાનીપત’ ફિલ્મે પ્રથમ દિવસે કર્યું આટલું કલેક્શન

કાર્તિક આર્યનની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ની સાથે અર્જુન કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ પાનીપત રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં મરાઠા અફઘનીઓ વચ્ચે પાનીપતની ત્રીજી લડાઇ દર્શાવવામાં આવી છે. ઐતિહાસિક ફિલ્મ પાનીપતનો પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન બહાર આવ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપી છે. તેમણે […]

Uncategorized

કાર્તિક આર્યનની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ની સાથે અર્જુન કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ પાનીપત રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં મરાઠા અફઘનીઓ વચ્ચે પાનીપતની ત્રીજી લડાઇ દર્શાવવામાં આવી છે. ઐતિહાસિક ફિલ્મ પાનીપતનો પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન બહાર આવ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપી છે.

તેમણે લખ્યું છે કે પાનીપત ફિલ્મે પહેલા દિવસે જ 4.12 કરોડનો બિઝનેસ કર્યો છે. બીજા અને ત્રીજા દિવસમાં ફિલ્મ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. માહિતી પ્રમાણે ‘પાનીપત’નું બોક્સ ઓફિસ કલેક્શન તે જ દિવસે રીલિઝ થયેલી ફિલ્મ પતિ પત્ની ઓર વો પર ભારે પડ્યું છે.

https://www.instagram.com/p/B5w5dZCFQ3U/?utm_source=ig_embed

શનિવારે આશુતોષ ગાવરેકરની ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શનમાં વધવાની સંભાવના છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને કૃતિ સનન ઉપરાંત સંજય દત્ત, સાહિલ સલાથિયા, મોહનીશ બહલ, પદ્મિની કોલ્હાપુરે, ઝીનત અમન, ગશમિર મહાજાની, સુહાસિની મૂલે, વિનિતા મહેશ, નવાબ શાહ પણ છે. પાનીપતમાં સંજય દત્તને વિલન અહેમદ શાહ અબ્દાલી તરીકે દર્શાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.