રાજધાની દિલ્હીનાં અનાજ બજાર વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં ફરી એકવાર આગ લાગી છે. ફાયરનાં ચાર ટેન્ડર સ્થળ પર પહોંચી ગયા છે. રવિવારે આ જ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 43 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આગને કારણે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના જૂની દિલ્હીનાં રાણી ઝાંસી રોડ પર સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા નજીક બની છે. આ બનાવ બાદ રવિવારે જ દિલ્હી પોલીસે ફરાર કારખાનાનાં માલિકની ધરપકડ કરી હતી. આગ લાગવાના કારણની હજુ માહિતી સામે આવી નથી.
Delhi: A fire has broken out in the same building in Anaj Mandi, Rani Jhansi Road where 43 people had died in a fire incident yesterday. Four fire tenders have been rushed to the spot. pic.twitter.com/f1heEaQ7dU
— ANI (@ANI) December 9, 2019
દિલ્હી અનાજ મંડીનાં ફિલ્મિસ્તાન વિસ્તારમાં ફરી તે જ કારખાનામાં આગ ફાટી નીકળી હતી. હાલમાં ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. 8 ડિસેમ્બરે, આ જ ફેક્ટરીમાં લાગેલી આગમાં 43 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અનાજ મંડીમાં આ સ્કૂલ બેગ બનાવનાર અને પેકેજિંગ મટિરીયલ તૈયાર કરનાર ફેક્ટ્રીમં આગે ભયંકર વિનાશ સર્જ્યો હતો. હાલમાં અનાજમંડીમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
ગઈકાલે લાગેલી આગ એટલી ભયાનક હતી કે એનડીઆરએફની ટીમને સ્થળ પર બોલાવવી પડી હતી. ફાયર બ્રિગેડની ટીમની સાથે એનડીઆરએફની ટીમે લોકોને બચાવ્યા. આ પહેલા આગને કારણે 65 લોકો દાઝી ગયા હોવાના સમાચાર મળ્યા છે. તાજેતરમાં તેમની સારવાર ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
