Not Set/ નોઇડામાં રોડ કિનારેથી 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, શું ફરી થયો કોઇ કાંડ?

યુપીની નોઇડા પોલીસને સોમવારે સવારે નોઈડાનાં સેક્ટર 79 પાસે 11 વર્ષીય બાળકીની લાશ મળી છે. નાયબ પોલીસ અધિક્ષક વિમલકુમારસિંહે જણાવ્યું હતું કે, નોઇડા સેક્ટર 49 પોલીસને સેક્ટર 79નાં રોડ પર બાળકીની લાશ મળી હોવાની બાતમી સોમવારે મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ […]

India

યુપીની નોઇડા પોલીસને સોમવારે સવારે નોઈડાનાં સેક્ટર 79 પાસે 11 વર્ષીય બાળકીની લાશ મળી છે. નાયબ પોલીસ અધિક્ષક વિમલકુમારસિંહે જણાવ્યું હતું કે, નોઇડા સેક્ટર 49 પોલીસને સેક્ટર 79નાં રોડ પર બાળકીની લાશ મળી હોવાની બાતમી સોમવારે મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

સિંહે જણાવ્યું હતું કે મૃતક બાળકીએ સરકારી પ્રાથમિક શાળાનો ગણવેશ પહેર્યો હતો, પરંતુ તેની સાથે કોઈ ઓળખ દસ્તાવેજ મળી નથી. તેમણે કહ્યું કે નજીકના પોલીસ સ્ટેશનોમાંથી મળી આવેલી લાશ વિશે માહિતી આપવામાં આવી છે. સિંહે કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનાં કારણો જાણી શકાશે. ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે અને પોલીસને આશંકા છે કે બાળકની હત્યા કરવામાં આવી છે.

ત્યારે સરકાર અને દેશભરમાં જ્યારે મહિલા અને ખાસ કરીને બાળકીઓ અને સગીરા વિરૂધનાં ગુનાનાં વધી રહલે ગ્રાફને કારણે એક તરફ ભારે  રોષ અને ભારેલ અગ્ની જેવી સ્થિતિ છે ત્યારે ફરી મહિલા વિરુઘ અપરાધ માટે કંપાયેલા નોઇડામાં ફરી બાળકીની રોડના કિનારેથી લાશ મળતા અનેક સેવાલો અને અટકળોએ જન્મ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.