Not Set/ વધતી જતી તંગદિલી/ ઝારખંડમાં CRPFનાં જવાનો વચ્ચે ફરી ફાયરીંગ, બેનાં મોત, 2 ઘાયલ

ઝારખંડમાં ફરી ગોળીબાર બે જવાનના મોત, 2 ઘાયલ CRPF જવાનો વચ્ચે થયો ગોળીબારી ઝારખંડમાં ફરીથી એકવાર સુરક્ષા દળોનાં જવાનો વચ્ચે અંદરો અંદરની ફાઇટમાં ગોળીબાર થયાનું સામે આવ્યું છે. ફરી સુરક્ષદળનાં જવાનોએ પોતાનો આપો ખોયો છે અને 2 જવાનોનાં મોત નિપજ્યા છે, તો બે જવાન ગંભીર રીતે ઘવાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. આપને જણાવી […]

Top Stories India
  • ઝારખંડમાં ફરી ગોળીબાર
  • બે જવાનના મોત, 2 ઘાયલ
  • CRPF જવાનો વચ્ચે થયો ગોળીબારી

ઝારખંડમાં ફરીથી એકવાર સુરક્ષા દળોનાં જવાનો વચ્ચે અંદરો અંદરની ફાઇટમાં ગોળીબાર થયાનું સામે આવ્યું છે. ફરી સુરક્ષદળનાં જવાનોએ પોતાનો આપો ખોયો છે અને 2 જવાનોનાં મોત નિપજ્યા છે, તો બે જવાન ગંભીર રીતે ઘવાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, થોડા દિવસ પૂર્વે જ ITBPનાં જવાનો વચ્ચે ઇનફાઇટની ઘટના બની હતી. તો આજે ફરી આવી જ ઘટના  CRPF નાં જવાનો વચ્ચે બની છે.

આ વખતે સીઆરપીએફના જવાનો વચ્ચે થયેલા ગોળીબારમાં બે અધિકારીઓ માર્યા ગયા અને બે અન્ય ઘાયલ થયા હતા. આ કેસ અંગે અધિકારીઓએ જણાવ્યું હતુ કે, આ ઘટના સોમવારે રાત્રે બોકારોમાં સીઆરપીએફની 226મી બટાલિયનની ‘ચાર્લી’ કંપનીમાં બની હતી. આમાં સહાયક કમાન્ડન્ટના પદના અધિકારી અને સહાયક સબ ઇન્સપેક્ટર માર્યા ગયા છે અને બે સૈનિકો ઘાયલ થયા છે.  અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ થયેલા એક વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે, ઘટના બનવાના કારણ વિશે હાલ કોઇ વિગતો સામા આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.