Not Set/ સ્પોર્ટ્સ/ ભારતે વેસ્ટ ઈન્ડિઝને 67 રને હરાવ્યું, 2-1 થી સીરીઝ કરી પોતાના નામે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી 20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમમાં થઈ હતી. ભારતે શાનદાર બેટિંગ કરી અને પછી બોલિંગમાં પોતાનો દમ દેખાડતા વેસ્ટ ઇન્ડીઝની ટીમને 67 રનથી હરાવી દીધી છે. આ સાથે ભારતે 3 મેચની ટી 20 શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. વિન્ડિઝનાં કેપ્ટન કિરેન પોલાર્ડે ટોસ […]

Top Stories Sports

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી 20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમમાં થઈ હતી. ભારતે શાનદાર બેટિંગ કરી અને પછી બોલિંગમાં પોતાનો દમ દેખાડતા વેસ્ટ ઇન્ડીઝની ટીમને 67 રનથી હરાવી દીધી છે. આ સાથે ભારતે 3 મેચની ટી 20 શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. વિન્ડિઝનાં કેપ્ટન કિરેન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેદાનમાં ટીમ ઈન્ડિયા બે ફેરફાર સાથે ઉતરી હતી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે આ મેચમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ તેની 23 મી અડધી સદી પૂરી કરી અને 71 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા પછી બેટિંગ કરવા આવેલો રિષભ પંત ખાસ કંઇક કરી શક્યો ન હતો અને બીજા બોલ પર કેચ આઉટ થઈને પરત ફર્યો હતો. ઓપનરમાં બેટિંગ કરવા આવેલા કે એલ રાહુલે 91 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, જ્યારે વિરાટ કોહલીએ 29 બોલમાં 70 રન બનાવ્યા હતા અને ભારતનો સ્કોર 240 સુધી પહોંચ્યો હતો. મેચ દરમિયાન ચોક્કા અને છક્કાનો વરસાદ જોવા મળ્યો હતો.

Image result for india won match

ટાર્ગેટનો પીછો કરતા વિન્ડિઝ કેપ્ટન પોલાર્ડે શાનદાર ઇનિંગ્સ રમી હતી અને શિમરન હેટ્મિઅરનાં ઝડપી રનથી ભારતને થોડી મુશ્કેલીઓ પણ પડી હતી. આ દરમિયાન હેટમાયરને એક જીવન દાન પણ મળ્યુ હતુ, જો કે તે તેનો લાભ લઈ શક્યો નહીં. પોલાર્ડે 39 બોલમાં 68 રન બનાવ્યા.તેની ઇનિંગમાં છ છક્કા અને પાંચ ચોક્કા શામેલ છે. પોલાર્ડે આ મેચમાં તેના ટી20 આંતરરાષ્ટ્રીય કેરિયરનાં 1000 રન પણ પૂરા કર્યા છે.

https://twitter.com/ICC/status/1204795233420140544

જો કે, નિર્ધારિત 20 ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ આઠ વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 173 રન જ બનાવી શકી હતી અને 67 રને મેચ હારી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.