મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ
દેશમાં નવા 14 હજાર કેસ સામે 17 હજાર દર્દી રિકવર,
દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર,
દેશમાં હાલ 1.85 લાખ એકટિવ કેસ, દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો,
દેશમાં રિકવરીનો કુલ આંક 1.02 કરોડ પર
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વેક્સિન આવવાથી લોકોમાં આશાની નવી કિરણ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરેલા આંકડા પ્રમાણે સંખ્યામાં ઘટાડા સામે સજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં નવા 14,000 કેસ સામે 17,000 દર્દીઓ સાજા થયા છે. તેમજ અત્યાર સુધીમાં સાચા થયેલ દર્દીઓની કુલ સંખ્યા 1.2 કરોડ પર પહોંચી છે.
Political / મમતાના MLA.અરિંદમ એ મમતા સાથે છેડો ફાડી BJPનો કેસરીયો ધારણ કર્યો
દેશમાં હાલ 1.85 લાખ લોકો કોરોનાના એક્ટિવ કેસ છે. તેની વચ્ચે સાચા થયેલ દર્દીઓનો કુલ આંક 1.02 કરોડને પાર થયો છે. તે જોતાં આવનારા દિવસોમાં ભારતમાં સામાન્ય જીવન શક્ય બનશે તેવું લાગી રહ્યું છે.અત્યાર સુધીમાં દેશમાં છે રીતે થઈ રહ્યું છે તે જોતા નજીકના સમયમાં ભારત કોરોના મુક્ત થાય તેવી આશા લોકોમાં જોવા મળી રહી છે.
Blast / કર્ણાટકના શિવમોગામાં વિસ્ફોટક લઈ જતા ટ્રકમાં બ્લાસ્ટ, 8 નાં મોત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
