આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક શખ્સે રસ્તાની વચ્ચે જ તેની પત્નીનું માથું કાપી નાંખ્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં શરણાગતિ આપી હતી. આ ઘટના સત્યનારાયણ પુરમ વિસ્તારમાં બની છે. આ પછી, તે પત્નીનું માથુ લઈ અને રસ્તા પર ચાલવા લાગ્યો. આ જોઇને આસપાસના લોકોએ બુમરાડ કરી મૂકી હતી. પરંતુ તેણે પત્નીનું માથું નજીકની નહેરમાં ફેંકી દીધું અને ધડને રસ્તા વચ્ચે છોડી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
આરોપીનએ સમર્પણ કર્યા બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ભયાનક ઘટના વિજયવાડા જિલ્લાની છે. આ ઘટના પાછળ કૌટુંબિક વિવાદ પણ એક કારણ હોઈ શકે છે, જેના આધારે પોલીસ કેસના આધારે તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
