Not Set/ આર્ક બિશપને કેન્દ્રીય મંત્રીનો જવાબ: હું એવું કંઈ નહિ કરું જેનાથી માહોલ ખરાબ થશે, પરંતુ…

દિલ્લીના આર્ક બીશપ (કેથોલિક) એ ભારતની હાલની રાજનીતિક સ્થિતિને અશાંત જાહેર કરીને દેશના પાદરીઓ માટે એક પત્ર લખ્યો હતો, જેમાં ખ્રિસ્તી સમુદાય પાસેથી વર્ષ ૨૦૧૯ માં નવી સરકાર માટે પ્રાર્થના કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. દિલ્લીના આર્ક બીશપ દ્વારા ૨૦૧૯ માં નવી સરકાર માટે દુવા કરવાનું આહવાન કરતા પાદરીઓને પત્ર લખવામાં આવ્યો છે, જેને લઈને […]

Top Stories India Politics

દિલ્લીના આર્ક બીશપ (કેથોલિક) એ ભારતની હાલની રાજનીતિક સ્થિતિને અશાંત જાહેર કરીને દેશના પાદરીઓ માટે એક પત્ર લખ્યો હતો, જેમાં ખ્રિસ્તી સમુદાય પાસેથી વર્ષ ૨૦૧૯ માં નવી સરકાર માટે પ્રાર્થના કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

દિલ્લીના આર્ક બીશપ દ્વારા ૨૦૧૯ માં નવી સરકાર માટે દુવા કરવાનું આહવાન કરતા પાદરીઓને પત્ર લખવામાં આવ્યો છે, જેને લઈને અત્યારે રાજનીતિક વિવાદ શરુ થઇ ગયો છે. આર્ક બીશપે આ પગલાનો ગીરીરાજ સિંહ દ્વારા વિરોધ કરવા આવ્યો છે. ગીરીરાજ સિંહનું કહેવું છે કે તેઓ એવું કોઈ પગલું નહિ ઉપાડે જેથી સાંપ્રદાયિક સૌહાર્દ ભંગ થઇ જાય, પરંતુ આર્ક બીશપ જો પ્રાર્થના કરશે તો બાકી ધર્મના લોકો પણ તેમના વિરોધમાં કીર્તન કરશે.

સમાચાર એજેન્સી એએનઆઈ પ્રમાણે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે,

“બધી ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. હું એવું કોઈ પણ પગલું નહિ ઉઠાવું જેથી સાંપ્રદાયિક સૌહાર્દ ભંગ થઇ જાય, પરંતુ ચર્ચે લોકોને નરેન્દ્ર મોદી સરકાર ના બને એવી પ્રાર્થના કરવાનું કહેવામાં આવશે તો દેશને એ વિચારવાનું રહેશે કે અન્ય ધર્મના લોકો પણ પૂજન-કીર્તન કરી શકે છે.”