મોટા ભાગની મહિલાઓને તેમના જીવનમા અમુક સમયે પેટના નીચેના ભાગે(પેડુમાં) દુખાવો થતો હોય છે. કેટલીક મહિલાઓમાં, આ સમસ્યા માસિકસ્ત્રાવ દરમિયાન થાય છે, તો ક્યારેક લાંબા સમય સુધી બેસી રહેવાથી થાય છે. જો તમે આ સમસ્યા પર ધ્યાન ન આપો તો ઘણીવાર આ સમસ્યા વધી જાય છે.

ડૉક્ટર્સે કહ્યું કે આ સમસ્યાનું એક એ પણ કારણ છે કે આ વયમા સ્ત્રીઓ આ લક્ષણોને અવગણે છે અને તેથી આ સમસ્યા તેમને વધે છે. આમાં નું સૌથી મેઈન લક્ષણ છે પેટના નીચલા ભાગમા દુખાવો છે. લાંબા સમય સુધી બેસવાથી તથા ઉભા રહેવાથી તે વધુ ગંભીર બને છે.

જો આવી સમસ્યા હોય, તો મહિલાઓએ તેને અવગણવી ન જોઈએ. ઓવેરિયન વેન એમ્બોલિઝશન નોન-સર્જીકલ પ્રક્રિયા દ્વારા તેની સારવાર કરવી શક્ય છે. આ પ્રક્રિયામાં કેટલાક પીડા થાય છે પણ સમય જતા તે ઠીક થાય જાય છે.

