Not Set/ ૨૫૪ દિવસમાં પૃથ્વીની ચક્કર લગાવીને સ્વદેશ ફરી INSV તારિણી, રક્ષા મંત્રીએ કર્યું ગર્વથી સ્વાગત

પણજી, ભારતીય નેવીની INSV તારિણીમાં શામેલ ૬ મહિલાઓએ ૨૫૪ દિવસમાં જે કામ કર્યું છે તે જાણીને આજે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. ગત વર્ષે ૧૦ સપ્ટેમ્બરના રોજ માંડવી બોટ પરથી સમુદ્રના રસ્તે દુનિયાનો ચક્કર લગાવવા માટે નીકળેલી ભારતીય નેવીની INSV તારિણી સોમવારે સ્વદેશ પાછી ફરી છે. પૃથ્વીનો ચક્કર લગાવવા માટે નીકળેલી આ ૬ મહિલાઓ […]

India

પણજી,

ભારતીય નેવીની INSV તારિણીમાં શામેલ ૬ મહિલાઓએ ૨૫૪ દિવસમાં જે કામ કર્યું છે તે જાણીને આજે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. ગત વર્ષે ૧૦ સપ્ટેમ્બરના રોજ માંડવી બોટ પરથી સમુદ્રના રસ્તે દુનિયાનો ચક્કર લગાવવા માટે નીકળેલી ભારતીય નેવીની INSV તારિણી સોમવારે સ્વદેશ પાછી ફરી છે.

પૃથ્વીનો ચક્કર લગાવવા માટે નીકળેલી આ ૬ મહિલાઓ ગોવાના તટ પર પહોચી હતી ત્યારે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની સાથે સમગ્ર દેશે ગર્વથી તેઓનું સ્વાગત કર્યું હતું. આ ૮ મહિના ૧૧ દિવસ સુધી સમુદ્રના માર્ગે ૨૧૬૦૦ નોટિકલ માઈલની યાત્રા કરી છે.

સમુદ્રના માર્ગે નીકળેલી આ INSV તારિણીનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યું હતું. આ ૬ મહિલાઓમાં પ્રતિભા જામવાલ, સ્વાતિ પી, એશ્વર્યા બોદ્દાપતિ, એસ વિજયા દેવી અને પાયલ ગુપ્તા શામેલ હતા.

૨૫૪ દિવસમાં INSV તારિણીમાં શામેલ આ ૬ મહિલાઓએ આ યાત્રા દરમિયાન ૫ દેશો, ૪ મહાદ્વીપો, ત્રણ મહાસાગર અને ત્રણ કેપ્સની સાથે સાથે ભૂમધ્ય રેખાને પણ બે વાર પાર કર્યું છે.

નેવીના અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ મહિલા ચાલકો દ્વારા હાંસલ કરવામાં આવેલી એક પહેલી ઉપલબ્ધી છે.

નેવીના એક પ્રવક્તા દ્વારા જણાવ્યા અનુસાર, આ યાત્રા ૬ ચરણોમાં પૂરી કરવામાં આવી છે અને આ દરમિયાન INSV તારિણીના દળે ફ્રેમાંન્ટલે (ઓસ્ટ્રેલિયા), લાઈટિલટન(ન્યુઝીલેન્ડ), પોર્ટ સ્ટેન્લી (ફોકલેન્ડ દ્વીપ), કેપ ટાઉન (દક્ષિણ આફ્રિકા) અને મોરિશિસમાં પોતાનો પડાવ નાખ્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ દ્વારા ભારતીય નેવીના INSV તારિણીની ૬ મહિલાઓને આ યાત્રા પરિક્રમા પૂરી કરવા પર શુભકામનાઓ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સ્વદેશ પાછા ફર્યા બાદ તેઓનું સ્વાગત છે. સમગ્ર દેશને આપના પર ગર્વ છે.