ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝાએ પૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનાં પુત્ર અસદ સાથે લગ્ન કર્યા છે. અનમ અને અસદની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ લગ્નમાં અમુક જ મિત્રો અને નજીકના સંબંધીઓ સામેલ થયા હતા. તમને જણાવી દઈએ કે સાનિયાની બહેન અનમનાં આ બીજા લગ્ન છે. પાછલા વર્ષે જ તેના પહેલા પતિથી છૂટાછેડા થયા છે.

આપને જણાવી દઈએ કે, બંને ઘણાં લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અહી આપને જણાવી દઇએ કે, સાનિયાની બહેનનાં પહેલા લગ્ન 15 સપ્ટેમ્બર 2015 નાં રોજ થયા હતા, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. તેના પ્રથમ લગ્ન હૈદરાબાદનાં ઉદ્યોગપતિ અકબર રશીદ સાથે થયા હતા. પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં, બંનેનાં 2018 માં છૂટાછેડા થઈ ગયા હતા.

વાયરલ થઈ રહેલા લગ્નનાં ફોટામાં અનમ દુલ્હનનાં ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અનમે તેના લગ્નમાં પિંક કલરનાં ટ્રેડિશનલ આઉટફિટ સાથે જાંબુડિયા રંગનો દુપટ્ટો પહેર્યો હતો. વળી અસદ ક્રીમ રંગની શેરવાનીમાં દેખાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
