ગુરુવારે દેશભરમાં નાગરિકત્વ કાયદા વિરુદ્ધ ભારે હોબાળો થયો હતો. લખનઉ, મુંબઇ, અમદાવાદ સહિત દેશનાં અનેક ભાગોમાં પ્રદર્શનનાં પગલે તણાવ સર્જાયો હતો. બેંગલુરુમાં પણ પ્રદર્શનકારીઓએ મેદાનમાં ઉતરી આ કાયદાનો વિરોધ કર્યો હતો. ત્યારે ડીસીપી ચેતનસિંહ રાઠોડે વિરોધ પ્રદર્શન કરનારાઓને શાંતિ બનાવી રાખવા માટે એક અલગ યુક્તિનો ઉપયોગ કર્યો હતો. તેમણે પ્રદર્શનકારીઓને શાંત કરવા રાષ્ટ્રગા ગાવાનું શરૂ કર્યુ હતુ અને ત્યારબાદનો નજારો જોવા જેવો બન્યો હતો.
નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) વિરુદ્ધ કર્ણાટકનાં બેંગલુરુમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા. ટાઉનહોલમાં વિરોધીઓ બહાર નીકળવા તૈયાર નહોતા. ત્યારે પ્રદર્શનકારોની સામે બેંગલુરુ સેન્ટ્રલનાં ડીસીપી ચેતનસિંહ રાઠોડે રાષ્ટ્રગાન ગાવાનું શરૂ કરી દીધુ. ચેતનસિંહે લોકોને જણાવ્યું હતું કે, ભીડમાં કેટલાક બેકાબૂ તત્વો પણ હાજર છે. તમે અને અમે કંઇ જ કરતા નથી, તેઓ હિંસા ફેલાવી રહ્યા છે, પરંતુ માર અમે અને તમે બંન્નેને પડે છે.
https://www.facebook.com/ANINEWS.IN/videos/596416091094198/
રાષ્ટ્રગાન બાદ પ્રદર્શનકારી સ્થળથી શાંતિપૂર્ણ રીતે નીકળી ગયા હતા. આ રીતે ડીસીપી રાઠોડે લોકોને બળનો ઉપયોગ કર્યા વિના શાંતિપૂર્ણ રીતે પાછા હટવાની ફરજ પાડી હતી. જેનો વીડિયો વાયરલ થયા બાદ લોકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકનાં મંગલુરૂમાં ભીડને કાબૂમાં લેવા પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસ ફાયરિંગમાં 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
