Not Set/ ઝારખંડમાં પાંચમાં અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનાં છેલ્લા તબક્કાની 16 બેઠકોમાંથી નક્સલ પ્રભાવિત પાંચ બેઠકો માટે સવારે 7 વાગ્યાથી બપોરનાં 3 વાગ્યા સુધી મતદાન યોજાશે, જ્યારે બાકીની 11 બેઠકો પર મતદારો સાંજનાં 5 વાગ્યા સુધી તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. #JharkhandAssemblyPolls: Fifth and final phase of polling in 16 constituencies to begin at 7 am, today. — ANI (@ANI) […]

Top Stories India

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનાં છેલ્લા તબક્કાની 16 બેઠકોમાંથી નક્સલ પ્રભાવિત પાંચ બેઠકો માટે સવારે 7 વાગ્યાથી બપોરનાં 3 વાગ્યા સુધી મતદાન યોજાશે, જ્યારે બાકીની 11 બેઠકો પર મતદારો સાંજનાં 5 વાગ્યા સુધી તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ઝારખંડનાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેષકુમાર ચૌરસિયાનાં જણાવ્યા અનુસાર રાજમહલ, પાકુડ, નાલા, જામતાડા, દુમકા, જામા, જરમુન્ડી, સારથ, પોડૈયાહાટ, ગોડ્ડા અને મહાગામમાં મતદાતાઓ સવારે 7 થી સાંજનાં 5 વાગ્યા સુધી તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જ્યારે બોરીયો, બરહેટ, લિટ્ટીપાડા, મહેશપુર અને શિકારીપાડામાં સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાશે.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આજે પાંચમાં તબક્કા હેઠળ 16 બેઠકો પર મતદાન યોજાશે. પાંચમા તબક્કામાં 6 જિલ્લાની 16 બેઠકોનાં કુલ 237 ઉમેદવારોનું ભાવિ મતપેટીઓમાં બંધ થશે. મતદાન માટે સુરક્ષાને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઝારખંડમાં મતદાનનાં કુલ પાંચ તબક્કાઓ છે. પાંચમા તબક્કામાં ઝારખંડનાં રાજમહલ, બોરીયો, લિટ્ટીપાડા, સારઠ, પાકુડ, શિકારીપાડા, નાલા, જામા, ગોડ્ડા, જામતાડા, બરહેટ, દુમકા, જરમુંડી, મહગામા, મહેશપુર અને પોડૈયાહાટમાં મતદાન થશે. 23 ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે.

પીએમ મોદીએ ઝારખંડની ચૂંટણી અંગે ટ્વિટ કરીને લોકોને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટવીટ કરીને લખ્યું કે, આજે મતદાનનો પાંચમો અને અંતિમ તબક્કો છે. હું લોકશાહીનાં આ તહેવારમાં જોડાવવા તમામ મતદારોને અપીલ કરું છું.

પાંચમા અને અંતિમ તબક્કામાં 40,05,287 મતદાતાઓ 16 બેઠકો માટે મતદાન કરશે. જ્યા 20,49,921 પુરુષ અને 19,55,336 મહિલા અને 30 તૃતીય લિંગ મતદાતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.