Not Set/ IPL Auction 2020/ આ ખેલાડીઓ પર લગાવવામાં આવી સૌથી વધુ બોલી

આઈપીએલની હરાજીમાં 2020 નાં હાઈ પ્રોફાઇલ કાંગારુ ખેલાડીઓના નામ આગળ રહ્યા હતા. આઈપીએલની હરાજી તમામ આઠ ફ્રેન્ચાઇઝીની હાજરીમાં કોલકાતામાં સફળતાપૂર્વક કરવામાં આવી હતી. કુલ 338 ખેલાડીઓનાં નામ હેમરની નીચે આવ્યા હતા, પરંતુ કેટલાક નામોએ તેમના પર લાગેલી મોટી બિડ્સનાં કારણે સ્પોટલાઇટ મેળવી હતી. ઘણા મોટા ક્રિકેટરો હતા, જેઓ આઈપીએલ 2020 ની હરાજીનો ભાગ હતા અને […]

Top Stories Sports

આઈપીએલની હરાજીમાં 2020 નાં હાઈ પ્રોફાઇલ કાંગારુ ખેલાડીઓના નામ આગળ રહ્યા હતા. આઈપીએલની હરાજી તમામ આઠ ફ્રેન્ચાઇઝીની હાજરીમાં કોલકાતામાં સફળતાપૂર્વક કરવામાં આવી હતી. કુલ 338 ખેલાડીઓનાં નામ હેમરની નીચે આવ્યા હતા, પરંતુ કેટલાક નામોએ તેમના પર લાગેલી મોટી બિડ્સનાં કારણે સ્પોટલાઇટ મેળવી હતી.

ઘણા મોટા ક્રિકેટરો હતા, જેઓ આઈપીએલ 2020 ની હરાજીનો ભાગ હતા અને ચાહકોને આશા હતી કે ટીમનાં માલિકો ફ્રેન્ચાઇઝને મજબૂત કરવા અને બનાવવા માટે મોટા સ્તરે જશે. જો કે, તમામ આઠ ફ્રેન્ચાઇઝીઓએ ચાહકોની અપેક્ષાઓની પૂર્તિ કરી હતી કારણ કે તેઓએ તેમના પ્રિય ખેલાડીઓનો સમાવેશ કરવામા ગંભીરતા દર્શાવી હતી. ચાલો જોઈએ કે આ સમયે હરાજી થયેલા ટોચનાં 10 ખર્ચાળ ખેલાડીઓ કોણ સાબિત થયા.

  1. પેટ કમિન્સ 15.50 કરોડ

પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રેકોર્ડબ્રેક રકમ મળી છે. આઈપીએલ 2020 ની હરાજીનાં દિવસે પેટ કમિન્સ સ્ટાર રહ્યો હતો. કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરને 15.50 કરોડની રેકોર્ડ ફી થી ખરીદ્યો હતો. તે યુવરાજ સિંહ પછી આઈપીએલ હરાજીનાં ઇતિહાસમાં બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આઈપીએલમાં અત્યાર સુધી કોઈ વિદેશી ખેલાડીની આટલી બોલી લગાવવામાં આવી નથી. પેટ કમિન્સે ઇંગ્લેન્ડનાં બેન સ્ટોક્સને પછાડી દીધો છે, જેની 2017 માં રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટ્સે 14.5 કરોડની બોલી લગાવી હતી. કમિન્સની બેસ પ્રાઇસ 2 કરોડ હતી. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બોલર ઓસ્ટ્રેલિયાનાં પેટ કમિન્સને ખરીદવા માટે પહેલા આરસીબી અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે જંગ જોવા મળી હતી. પરંતુ અંતે, કેકેઆર એ મોટી રકમ આપી બાજી મારી દીધી હતી.

  1. ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ

કિંગ્સ ઇલેવન પંજાબે તેના ભૂતપૂર્વ ખેલાડી ગ્લેન મેક્સવેલને 10.75 કરોડની મોટી રકમ સાથે ખરીદ્યો છે. માનસિક સ્વાસ્થ્યનાં પ્રશ્નોનાં કારણે તાજેતરમાં ક્રિકેટથી ટૂંકા વિરામ લેનારા વિસ્ફોટક ઓસ્ટ્રેલિયાનાં ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ગયા મહિને ક્લબ ક્રિકેટમાં પાછો ફર્યો હતો. મેક્સવેલ અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ, મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ (હાલનાં કેપિટલ) તરફથી રમ્યો હતો. મેક્સવેલએ આઈપીએલમાં 22.1 ની એવરેજથી 161.13 નાં ઝડપી સ્ટ્રાઇક રેટથી 1,397 રન બનાવ્યા છે.

  1. ક્રિસ મોરિસ 10 કરોડ

સાઉથ આફ્રિકાથી રમતા અને પ્રોટિયાજ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ મેક્સવેલથી બહુ દૂર ન હતો કારણ કે આરસીબીએ તેને 10 કરોડનાં ખર્ચે ટીમમાં શામેલ કર્યો છે. કિગ્સ ઈલેવન પંજાબે પોતાનુ પર્સ ખોલવામાં ઉદારતા બતાવી હતી અને પોતાની પ્રથમ પસંદગીનાં ખેલાડીઓને પસંદ કરવા માટે તેના અભિગમમાં ઘણી આક્રમકતા દેખાઇ હતી. મોરિસે આઇપીએલમાં 61 ઇનિંગ્સમાં બોલિંગ કરતા 69 વિકેટ ઝડપી છે, જેમાં તેની ઇકોનોમી 7.99 અને એવરેજ 24.77 ની રહી છે.

  1. શેલ્ડન કોટ્રેલ 8.5 કરોડ

વિન્ડિઝ ક્રિકેટ ટીમનાં ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલે આઈપીએલ સીઝન-13 માટે બોલી લગાવવામાં આવી છે. કોટ્રેલને કિંગ્સ ઇલેવન પંજાબે 8.50 કરોડમાં ખરીદ્યો છે. રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સે આ બોલરને ખરીદવામાં ખૂબ રસ દાખવ્યો હતો, પરંતુ અંતે પંજાબે તેને મોટી રકમ ચૂકવ્યા બાદ તેમની ટીમમાં શામેલ કર્યો છે. કોટ્રેલની બેઝ પ્રાઈઝ માત્ર 50 લાખ હતી, પરંતુ તેને મોટી કિંમત મળી છે. આ બોલરનું મોંઘા વેચાવવુ નક્કી જ હતુ. તેણે ભારત સામેની પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીને બોલ્ડ કરીને હેડલાઇન્સ બનાવી હતી. શેલ્ડન કોટ્રેલે કોહલીને આઉટ કરી ‘આર્મી સેલ્યુટ’ સાથે ખુશી મનાવી હતી. કોટ્રેલે વિકેટ લીધા પછી જ ‘આર્મી સેલ્યૂટ’ આપનારાઓની ઉજવણી કરીને જ પોતાની ઓળખ બનાવી છે. શેલ્ડન કોટ્રેલનો ટી 20 રેકોર્ડ ખૂબ સારો છે. તેણે અત્યાર સુધીમાં 83 ટી-20 મેચ રમી છે જેમાં તેણે 117 વિકેટ લીધી છે. કોટ્રેલે વિન્ડિઝ તરફથી 22 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી હતી જેમાં 30 વિકેટનો સમાવેશ થાય છે. કેરેબિયન પ્રીમિયર લીગ 2019 માં, સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં શેલ્ડન કોટ્રેલ આઠમા ક્રમે છે. સેન્ટ કિટ્સ તરફથી રમતી વખતે તેણે 8 મેચમાં 12 વિકેટ ઝડપી હતી.

  1. નાથન કૂલ્ટર નાઇલ 8 કરોડ

આઈપીએલ 2020 ની હરાજીમાં મુંબઇએ કાંગારૂ ફાસ્ટ બોલર નાથન કૂલ્ટર નાઇલને 8 કરોડમાં ખરીદ્યો છે. ફ્રેન્ચાઇઝીએ કૂલ્ટર નાઇલને 1 કરોડનાં બેઝ પ્રાઈસથી વધારીને 8 કરોડમાં ખરીદીને ભવિષ્ય પ્રત્યે પોતાની ગંભીરતા દર્શાવી છે. કૂલ્ટર નાઇલ કાંગારૂ ફાસ્ટ બોલર છે અને તેનો આઈપીએલ રેકોર્ડ પણ શાનદાર છે. નાઇલએ 26 આઈપીએલ મેચની 25 ઇનિંગ્સમાં માત્ર 19.97 ની સરેરાશથી 36 વિકેટ લીધી છે અને તેની ઇકોનોમી 8 કરતા ઓછી રહી છે. રસપ્રદ વાત એ છે કે નાઇલને અગાઉ પણ મુંબઈ તરફથી રમવાનો અનુભવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.